Breaking News

9 મહિના ગર્ભમાં રાખવા માટે ટ્વીન્કલ ખન્નાએ કર્યો દીકરાને બ્લેકમેલ, કહ્યું-‘આવી રીતે ચૂકવી શકે છે કર્જ’…

  • dikrimariladakvayi
  • March 13, 2019
  • Comments Off on 9 મહિના ગર્ભમાં રાખવા માટે ટ્વીન્કલ ખન્નાએ કર્યો દીકરાને બ્લેકમેલ, કહ્યું-‘આવી રીતે ચૂકવી શકે છે કર્જ’…

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દીકરી ટ્વિંકલ ખન્ના એ અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા પછી બોલીવુડથી દુરી બનાવી લીધી હતી.ટ્વિંકલ ખન્ના પોતાના વર્તન અને સ્વભાવને લીધે ઓળખવામાં આવે છે તેને જે પણ કહેવું હોય તે ખુલ્લેઆમ જ કહી દે છે.જેને લીધે તે મોટાભાગે ચર્ચામાં પણ બની રહે છે. પણ આ વખતે ટ્વિંકલે પોતાની હદ જ પર કરી નાખી છે. તેણે કંઈક એવું કહી દીધું જે એક માં પોતાના બાળકોને ક્યારેય પણ નથી કહેતી.હાલમાં જ ટ્વિંકલે પોતાની એક તસ્વીર પોસ્ટ કરી છે જ્યાં તેમણે પોતાના દીકરા આરવને નવ મહિના પોતાના ગર્ભમાં રાખેવા માટેના કર્જની ચુકવણી કરવાની વાત કહી છે.

ટ્વિંકલ ખન્નાએ રમ્યું મધર કાર્ડ:  

જણાવી દઈએ કે ટ્વિંકલએ વેકેશનની એક તસ્વીર શેયર કરી છે જેમાં તેમણે પીળા રંગનો શોર્ટ ડ્રેસ પહેરી રાખ્યો છે. આ તસ્વીર તેના દીકરા આરવે લીધી છે. તસ્વીરની નીચે ટ્વિંકલએ લખ્યું કે,”આરવને તસ્વીર લેવા માટે રાજી કરવા માટેની પણ એક કળા છે. તેને હું યાદ અપાવતી રહું છું કે મેં તેને નવ મહિના સુધી પોતાના ગર્ભમાં રાખ્યો છે અને તે મારી તસ્વીર લઈને એક નાના એવા કર્જની ચુકવણી કરી શકે છે”.

અમુક જ ફિલ્મોમાં કર્યુ કામ:

ટ્વિંકલે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 1995 માં આવેલી ફિલ્મ બરસાત દ્વારા કરી હતી. તેના પછી પણ તે અમુક જ ફિલ્મોમાં નજરમાં આવી પણ બોલીવુડમાં તેની સફર યાદગાર રહી ન હતી. અક્ષય કુમાર સાથેના લગ્ન પછી તે ફિલ્મોથી પુરી રીતે ગાયબ થઇ ગઈ હતી. તેમણે લગ્ન પછી પોતાનું પૂરું ધ્યાન પરિવાર અને બાળકોને સંભાળવામાં જ લગાવી દીધું હતું.જો કે ફિલ્મોથી દુરી બનાવી લીધા પછી ટ્વિંકલ ઇન્ટિરિયર ડિઝાઇનિંગની ફિલ્ડમાં આવી ગઈ હતી.     

જણાવી દઈએ કે ટ્વિંકલનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ છે જેના ચાલતા તે ઘણી ફિલ્મો બનાવી ચુકી છે. તેના સિવાય ટ્વિંકલને લખવાનો પણ ખુબ જ શોખ છે. તે એક સારી એવી ઑથર પણ છે. અમુક સમય પહેલા જ ટ્વિંકલે પોતાની ત્રીજી બુક પણ પુરી કરી લીધી છે. તેની પહેલા તે ‘મિસેજ બની બોસ’ અને ‘દ લેજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ’ પબ્લિશ કરી ચુકી છે.

લગ્ન માટે રાખી આ શરત:

જણાવી દઈએ કે અક્ષય કુમાર અને ટ્વિંકલના લગ્નમાં ખુબ ઉતાર-ચઢાવ રહ્યા હતા. જેટલા ખુશ તેઓ આજે જોવામાં આવી રહ્યા છે તેટલી જ સમસ્યાઓ તેના લગ્નના સમયે આવી હતી. ટ્વિંકલે સાથે લગ્ન કરવા માટે અક્ષયને ખુબ સમસ્યા ઉઠાવી પડી હતી. અક્ષયે જ્યારે ટ્વિંકલને પ્રપોઝ કર્યુ ત્યારે તેની ફિલ્મ ‘મેલા’ રિલીઝ થવાની હતી. એવામાં ટ્વિંકલે શરત રાખી કે જો ફિલ્મ ફ્લોપ જાય તો તે લગ્ન કરી લેશે પણ જો ફિલ્મ સુપરહિટ આબિત થાય તો તેને લગ્ન માટે રાહ જોવી પડશે. એવામાં ફિલ્મ મેલા રિલીઝ થઇ અને તે સુપર ફ્લોપ આબિત થઇ અને શરતના અનુસાર ટ્વિંકલે અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!