Breaking News

સૂર્યદેવતાને જળ ચઢાવવું હોય તો ભૂલથી પણ ના કરો આ ભૂલો, બગડી શકે છે વાત…

  • dikrimariladakvayi
  • March 13, 2019
  • Comments Off on સૂર્યદેવતાને જળ ચઢાવવું હોય તો ભૂલથી પણ ના કરો આ ભૂલો, બગડી શકે છે વાત…

મોટાભાગે તમે લોકોને સૂર્યને જળ અર્પણ કરતા જોયા હશે. ઘણીવાર લોકોને કહેવામાં આવે છે કે જો ખુબ ગુસ્સો આવી જાય તો સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ માનવામાં આવે છે. જે વ્યક્તિ સૂર્યની પૂજા કરે છે તેઓને માત્ર ક્રોધ માં જ શાંતિ નથી મળતી પણ સમાજમાં માન-સમ્માન પણ મળે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યને જળ ચઢાવવાના સમયે કરવામાં આવેલી ભૂલો સૂર્ય દેવતાને નારાજ કરી શકે છે.

ખાલી જળ ના ચઢાવો:

સૂર્યદેવતાનું પૂજન કરવાના સમયે તેને લાલ ફૂલ,  જાસૂદના લાલ ફૂલ અને ચોખા પણ અર્પણ કરો. ગોળ કે ગોળથી બનેલી મીઠાઈઓનો ભોગ પણ લગાવવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યને જળ ચઢાવવાના સમયે એ વાતનું ચોક્કસ ધ્યાન રાખો કે કોઈ ભૂલ ના થાય.

જળ ના પડે પગમાં:


સૂર્યને જળ ચઢાવાના સમયે પાણી ભરેલા લોટાનો ઉપીયોગ કરવામાં આવે છે. એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે જળ અર્પણ કરી રહ્યા હોય ત્યારે પાણી તમારા પગ પર ના પડે. કહેવામાં આવે છે કે આવું થાવાથી વ્યક્તિને પોતાની પૂજાનું ફળ મળતું નથી. આ સિવાય ખાલી જળ ચઢાવવું ન જોઈએ તેમાં ફૂલ અને ચોખા ચોક્કસ રાખો.

સવારે ઉઠીને જ ચઢાવો જળ:


જો કુંડળીમાં કોઈ પ્રકારનો દોષ હોય તો રવિવારની સવારે જલ્દી ઉઠીને સ્નાન કર્યા પછી મંદિરમાં જાઓ, જેના પછી ઘરે આવીને પણ સૂર્ય ને જળ ચઢાવી શકો છો. જે વ્યક્તિ આવું કરે છે તેની કુંડળીમાના કોઈપણ પ્રકારના દોષ ખતમ થઇ જાય છે.

તાંબાના વાસણનો કરો ઉપીયોગ:


સૂર્યને જળ ચઢાવવાના સમયે એ વાતનું ધ્યાન રાખો કે સ્ટીલ,ચાંદી, કાચ અને પ્લાસ્ટિકના વાસણનો ઉપીયોગ ન કરવો જોઈએ. સૂર્યદેવને  હંમેશા તાંબાના પાત્ર થી જ જળ ચઢાવવું જોઈએ. જળ હંમેશા માથાના ઉપરથી જ અર્પણ કરો. તેનાથી જે સૂર્યની કિરણો રહે છે તે શરીર પર પડે છે.

પૂર્વ દિશામાં ચઢાવો જળ:


સૂર્યને જળ ચઢાવવાના સમયે એ વાતનું ધ્યાન રાખો કે તમારું મુખ પૂર્વ દિશાના તરફ હોય. આ સિવાય સૂર્યને જળ ચઢાવવાના સમયે ધ્યાન રાખો કે તેમાં સૂર્યના કિરણોની ધાર ચોક્કસ જોવા મળે.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!