Breaking News

જો તમે પણ શિવ-પાર્વતીનું જોઈ લીધું આ રૂપ, તો રાતો-રાત બની શકો છો ધનવાન…

  • dikrimariladakvayi
  • March 13, 2019
  • Comments Off on જો તમે પણ શિવ-પાર્વતીનું જોઈ લીધું આ રૂપ, તો રાતો-રાત બની શકો છો ધનવાન…

આ દુનિયામાં ભગવાન શિવના ઘણા પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિરો છે. જેના દર્શન કરવા માટે ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ પર શિવજીની અને પાર્વતીની કૃપા હોય છે, તેઓના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ નથી આવતા. જ્યારે આજે અમે તમને ભગવાન શિવજી અને માતા પાર્વતીના એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણ્યા પછી તમે પણ હેરાન રહી જાશો. જેના દર્શન માત્રથી તમે રાતોરાત પણ ધનવાન બની શકો છો.

કયું છે તે ચમત્કારી મંદિર:


આજે અમે તમને જે મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ, તે મંદિર 12 જ્યોતિર્લિંગ માનું જ એક ઓંકારેશ્વર મંદિર છે. આ મંદિર નર્મદાના કિનારા પર ઉંકાર પર્વત પર બનેલું છે. આ મંદિર 12 જ્યોતિર્લિંગમાં ચોથા નંબરનું માનવામાં આવે છે. ચારે ધામની યાત્રાના દરમિયાન આ જ્યોતિર્લિંગના દર્શન વગર યાત્રા અધૂરી માનવામાં આવે છે.

હેરાન કરી દેનારું છે રહસ્ય:


અમે જે મંદિર વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે મંદિર મમલેશ્વર નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરમાં દરેક રોજ શિવજી અને પાર્વતીજી ચૌસર-પાસા રમે છે. આ ઘટના સદીઓથી ચાલતી આવી રહી છે. મંદિરના મુખ્ય પૂજારીના અનુસાર અહીં ભગવાન શિવ અને પાર્વતી રોજ રાતે આ મંદિરમાં આવે છે અને ચૌસર-પાંસા રમે છે.

શિવજી અને પાર્વતીજી રોજ રમે છે ચૌસર-પાંસા:

શયનની આરતીના પછી જ્યોતિર્લિંગની સામે રોજ ચૌસર-પાસા સ્થાપિત કરવામાં આવે છે. જણાવી દઈએ કે આ મંદિરના ગર્ભમાં કોઈ આવી પણ નથી શકતું છતાં પણ ઘણીવાર આ પાંસાઓ ઉલ્ટા પડેલા જોવા મળે છે.

ગુપ્ત આરતી:


જણાવી દઈએ કે ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ શિવજીનું એક માત્ર એવું મંદિર છે, જ્યાં રોજ ગુપ્ત આરતી થાય છે. આ સમયે પુજારીઓના સિવાય અન્ય કોઈને પણ અંદર જાવાની પરવાગી નથી. અહીંના પુજારીના આધારે આ ગુપ્ત આરતીની શરૂઆત રાતે 08.30 વાગે રુદ્રાભિષેકથી થાય છે. જ્યારે અભિષેક પછી પંડિત પટ બંધ કરીને શયન આરતી કરે છે. જેના પછી ચૌસર-પાંસા સજાવીને ફરીથી પટ બંધ કરી દેવામાં આવે છે.

દરેક વર્ષે આવે છે નવા ચૌસર-પાંસા:

આ શિવમંદિરમાં શિવરાત્રીના દિવસે ભારે માત્રામાં શ્રદ્ધાળુઓ પૂજા કરવા માટે આવે છે. દરેક વર્ષે શિવરાત્રીના દિવસે ભગવાન માટે નવા ચૌસર-પાંસા લાવવામાં આવે છે. શિવજીને ખુશ કરવા માટે સદીઓથી 16 સોમવારની પરંપરા ચાલતી આવી રહી છે.


16 સોમવારની વ્રત કથામાં પણ શિવ અને પાર્વતીના ચૌસર-પાંસાનું વર્ણન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ શિવજી અને પાર્વતીને આ પાંસા રમતા જોઈ લે તેઓ રાતો રાત કરોડપતિ બની શકે છે., પણ આજસુધી કોઈ એવા ભાગ્યશાળી વ્યક્તિ નથી મળ્યો, જેણે ભગવાનનને ચૌસર-પાંસા રમતા જોયા હોય.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!