શિરડીના સાંઈબાબાની મનમોહક મૂર્તિની પાછળ છુપાયેલ છે ઊંડું રહસ્ય, જાણીને આશ્ચર્યચકિત રહી જશો.

સાંઈબાબા જેને કોઈ ફકીર માને છે તો કોઈ ભગવાન માને છે , પરંતુ ત્યાં જ પોતાના ભક્તો માટે સાંઈ આજે પણ જીવતા છે. કહેવાય છે કે સાંઈબાબા પોતાના ભક્તો ના દુઃખ માં પોતે દોડતા આવી જાય છે, અને તેમની તકલીફો દૂર કરી દે છે. એવા માં સાંઈ ને માનવા વાળા આજે ભારત માં જ નહીં પરંતુ વિદેશો માં પણ સાંઇ નો પૂજા કરે છે.દેશ દુનિયા માં સાંઈબાબા ના લાખો મંદિરો છે, પરંતુ દરેક મંદિર માં આસન લગાવેલ સાંઈ ની એક સરખી જ મૂર્તિ ઓ જોવા મળે છે , અને તેમાં બાબા ના ચેહરા નું તેજ પણ એક સમાન જોવા મળે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ ? જો નહીં તો ચાલો તો ચાલો તમને સાંઈબાબા ની આ મનમોહક મૂર્તિ ની પાછળ છુપાયેલ રહસ્ય વિશે જણાવીએ , જે જાણ્યા પછી તમારી સાંઈ પ્રત્યે ની આસ્થા વધુ ગાઢ થઈ જશે.

સાંઈબાબા વિશે કહેવાય છે કે એ કોઈ મિથ્યા ધારણ વાળા મનુષ્ય ન હતા ,પરંતુ તે સામાન્ય વ્યક્તિ ની જેમ જ આ ધરતી પર આવ્યા હતા, સામાન્ય માણસો વચ્ચે જ રહ્યા હતા , અને માણસાઈ નો પાઠ ભણાવી આ ધરતી પર ચાલ્યા હતા. તેઓ ની આપેલ શિક્ષા આજે પણ તેના ભક્તો ને રસ્તો બતાવે છે. તેમના ભક્તો તેમને ગુરુ કે ભગવાન નો દરજ્જો આપે છે. ગુરુવારે સાંઈ ના મંદિરો માં ખૂબ જ શ્રધ્ધા થી તેમની પૂજા થાય છે દરેક મંદિરો માં આરસ પાણ ની સાંઈ ની એક મૂર્તિ હોય જ છે . હકીકત માં સાંઈ ના આ આસન વાળી મૂર્તિ નું સૌપ્રથમ વખત શિરડી માં નિર્માણ થયું હતું , જ્યાં સાંઈ ની સમાધિ છે અને શિરડી ના સાંઈ મંદિર માં જ સાંઈબાબા ની પ્રતિમા છે તેની પાછળ એક રહસ્ય જોડાયેલ છે. ઇટલી થી આવ્યો હતો મારબલ: હકીકત માં સાંઈ ના મૃત્યુ પછી તેમના સમાધિ સ્થળ બુટ્ટી વાળા માં તેમનો ફોટો રાખી તેમની પૂજા થતી હતી . ઇ.સ. 1954 સુધી આવી જ રીતે જ સાંઈબાબા ની પૂજા થતી રહી. પરંતુ એક દિવસ મુંબઈ ના બંદર ગાહ પર ઇટલી થી થોડા મારબલ આવ્યા , પરંતુ એ મારબલ કોણે મોકલ્યા અને શા માટે મોકલ્યા એ વાત ની આજ ના દિવસ સુધી કોઈ ને કાંઈ ખબર પડી નથી. તે પછી ઇટલી થી આવેલ એ મારબલ ને સાંઈ સંસ્થા બાબા ની મૂર્તિ બનાવવા માટે લઈ આવી અને સાંઈબાબા ની મૂર્તિ બનાવવા નું કાર્ય વસંત તાલીમ નામ ના મૂર્તિકાર ને સોંપાયું.

મૂર્તિકાર ને સાંઈબાબા એ સ્વંય દર્શન આપ્યા હતા. જ્યારે મૂર્તિકાર સાંઈબાબા ની મૂર્તિ બનાવા બેઠો ત્યારે તેને સાંઈબાબા ને પ્રાર્થના કરી કે “મને આશીર્વાદ આપો કે તમે જેવા દેખાતા હતા હું એ જ રીત ની તમારી મૂર્તિ બનાવી શકું.” કહેવાય છે કે ત્યાર પછી સાંઈબાબા એ પ્રત્યેક્ષ રૂપે એ મૂર્તિકાર ને દર્શન આપ્યા અને ત્યાર પછી મૂર્તિકાર દ્વારા સાંઈબાબા ની આ મનમોહક મૂર્તિ નિર્માણ થઈ. શિરડી ના મંદિર માં સ્થિત આ મૂર્તિ ના દર્શન કરવા આજે પણ કરોડો ની સંખ્યા માં ભક્તો શિરડી દર્શન કરવા માટે આવે છે. બાબા ની આ મૂર્તિ ને જોઈ ને એવું લાગે છે કે એ સ્વયં પોતાના ભક્તો ને જોઈ રહ્યા છે. તે પછી શિરડી ના મંદિર માં સ્થિત આ મૂર્તિ ના સમાન જ બાબા ના દરેક મંદિર માં તેની મૂર્તિ બનવા લાગી અને આશ્ચર્ય ની વાત તો એ છે કે આ દરેક મૂર્તિ માં તમને બાબા ની પ્રતિમા એક સમાન જ લાગશે. કદાચ આ પણ સાંઈબાબા ની જ એક કૃપા છે.

Author: dikrimariladakvayi.in

error: Content is protected !!