આગળના 23 વર્ષોથી ગટર માં રહીને પોતાનું જીવન વિતાવી રહ્યું છે આ કપલ….કારણ જાણીને આંખો ભીની થઇ જશે

સાચા પ્રેમ માટે વ્યક્તિ કોઈપણ હદ સુધી જઈ શકતા હોય છે અને આજે આજ કહેવત નો જીવતો જાગતો નમૂનો તમને કહેવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને એક એવી કહાની કહેવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આજે અમે તમને એક એવી જોડી વિશે જણાવીશું જેણે પોતાના પ્રેમ માટે પોતાના જીવનના 22 થી 23 વર્ષ ગટરમાં જ વિતાવી નાખ્યા.

Image Source

એવું એટલા માટે કેમ કે તેઓની પાસે રહેવા માટે કોઈ જગ્યા બચી ન હતી. અમે જે જોડી ની વાત કરી રહ્યા છીએ તે મેડેલિન માં રહે છે અને તેઓનું નામ મારિયા અને મિગુલ છે. આ બંને એ પોતાના જીવનના 23 વર્ષ ગટર માં વિતાવી નાખ્યા છે. તમને જણાવી દઈએ કે બંને પહેલા શહેર ના રસ્તાઓ પર રહેતા હતા અને ત્યાંજ સુતા હતા. જાણકારી ના આધારે મેડેલિન હિંસા અને સ્મગલિંગ નું શહેર કહેવામાં આવે છે અને મીગુલ અને મારિયા ડ્રગ્સ નો શિકાર થઇ ગયા હતા જેને લીધે બંને એ ડ્રગ્સ લેવાનું પણ શરૂ કરી દીધું હતું. જણાવી દઈએ કે આ બન્ને ની મુલાકાત પણ ડ્રગ્સ ને લિધે જ થઇ હતી. મુલાકાત પછી બંને એ ઘણો સમય એકસાથે વિતાવ્યો અને બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. પછી બંને એ ડ્રગ્સ ને છોડી દેવાનો નિર્ણય લીધો.

Image Source

તેના માટે તેમણે પોતાના પરિવારના લોકોની મદદ માંગી પણ કોઈએ પણ તેની મદદ કરી ન હતી અને તેના પછી બંને એ રસ્તાઓ પર દિવસો  વિતાવવાનું શરૂ કરી દીધું. જણાવી દઈએ કે આ બંને ઘણા વર્ષો સુધી રસ્તાઓ પર રહ્યા અને તેના પછી બંને એ સૂકેલી ગટર ને પોતાનું ઘર બનાવી લીધું. હવે બંને મજૂરી કરીને પોતાનું ભરણ પોષણ કરી રહ્યા છે.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!