રક્ષાબંધન પર ઘરે જ બનાવો આ સ્પેશિયલ મીઠાઈ, જે આપશે શુદ્ધ અને સ્વસ્થ મીઠાશ….

રક્ષાબંધનનો તહેવાર નજીક છે અને એવામાં બજારમાં મીઠાઈ ખરીદવાના સમયે એક સવાલ દરેક કોઈના મનમાં જરૂર ઉઠે છે કે જે મીઠાઈ ખરીદી રહ્યા છીએ તે શુદ્ધ પણ છે કે નહિ? જેવી રીતે આગળના અમુક વર્ષોમાં ભેળસેળ વાળી ખાદ્ય સામગ્રીઓનું વેંચાણ વધ્યું હતું તેને જોતા ચિંતા થવી સ્વાભાવિક છે. એવામાં સૌથી ખાસ ઉપાય છે કે ઘરે જ મીઠાઈ બનાવામાં આવે.

તહેવારો પર મિઠાઈઓનો વપરાશ વધતો જઈ રહ્યો છે. એવામાં નકલી સામગ્રીઓની આવક વધતી જઈ રહી છે. નકલી ખાદ્ય સામગ્રી અને મીઠાઈથી બચવા માટે ઘર જ મીઠાઈ તૈયાર કરી શકીયે છીએ. આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે આવી મીઠાઈઓ ની રેસિપી કે તમારા રક્ષાબંધનની મીઠાસને યથાવત રાખશે અને સાથે જ સ્વાસ્થ્ય પણ શુદ્ધ અને સ્વસ્થ રહેશે.

રક્ષાબંધન પર ઘરે જ બનાવો કલાકંદ(બરફી):
સામગ્રી:

સામગ્રી:

  1. 500 એમએલ દૂધ,
  2. 100 ગ્રામ ખાંડ,
  3. 200 ગ્રામ પનીર,
  4. પીસેલી એલચી,
  5. ડ્રાઈ ફ્રૂટ્સ.

બરફી બનાવની રીત: બરફી બનાવવા માટે એક કડાઈમાં દૂધ ઉકાળો, અને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અળધા ભાગનું ન બને. જયારે દૂધ સારી રીતે ઘાટું થઇ જાય પછી તેમાં મસળેલુ પનીર મિલાવો અને અને લગાતાર તેને હલાવતા રહો. જ્યાં સુધી પનીરે છોડેલું પાણી સુકાઈ ના જાય ત્યાં સુધી તેને ઉકળતા રહો. મિશ્રણ યોગ્ય રીતે તૈયાર થઇ ગયા પછી તેમાં એલચી પાઉડર મિક્સ કરો. 

હવે આ મિશ્રણને એક બટર પેપર રાખીને તેના પર ફેલાવી દો અને તેને ઠંડુ થવા માટે મુકો દો. મિશ્રણ ઠંડુ થયા પછી તેના ટુકડા કરી લો અને એક પ્લેટમાં સર્વ કરી લો. તમે તેને તમારા મનપસંદ ના ડ્રાઈ ફ્રૂટ્સ થી ગાર્નિશ પણ કરી શકો છો.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!