Breaking News

દીકરાએ માતા-પિતાથી ગુસ્સે થઈને છોડી દીધું ઘર,અમુક દિવસો સુધી ભટકતો રહ્યો, એક રાતે બીમાર થઇ ગયો તો તેને યાદ આવ્યું કે માતા-પિતા બીમારીમાં તેની કેવી રીતે સેવા કરતા હતા તે તરત જ પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો…

  • dikrimariladakvayi
  • March 27, 2019
  • Comments Off on દીકરાએ માતા-પિતાથી ગુસ્સે થઈને છોડી દીધું ઘર,અમુક દિવસો સુધી ભટકતો રહ્યો, એક રાતે બીમાર થઇ ગયો તો તેને યાદ આવ્યું કે માતા-પિતા બીમારીમાં તેની કેવી રીતે સેવા કરતા હતા તે તરત જ પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો…

એક લોક કથાના અનુસાર પહેલાના સમયમાં એક દીકરાએ પોતાના માતા-પિતાથી ગુસ્સે થઈને ઘર છોડી દીધું. માતા-પિતાએ તેને શોધવાની ખુબ કોશિશ કરી, પણ તે ના મળ્યો. તેનો દીકરો પાસેના બીજા નગરમાં ચાલ્યો ગયો હતો અને અમુક દિસવો સુધી ભટકતો રહ્યો હતો. ખુબ મુશ્કિલથી રહેવા માટે એક ઝૂંપડી મળી ગઈ. દિવસે થોડું ઘણું કામ કરી લેતો હતો તેનાથી તેને જમવાનું પણ મળી જતું હતું.


એકરાતે તેની તબિયત ખરાબ થઇ ગઈ, તે ઝૂંપડીમાં એકલો જ હતો, તડપી રહ્યો હતો. તેને યાદ આવ્યું કે જ્યારે તે બીમાર પડતો હતો તો તેના માતા-પિતા તેની કેટલી સેવા કરતા હતા. તેઓના પ્રેમને લીધે જ તે જલ્દી સાજો થઇ જાતો હતો. માતા-પિતા તેને કેટલો પ્રેમ કરતા હતા, તેના સુખ માટે બધું જ કરતા હતા. આજે માતા-પિતા વગર બીમારીમાં તડપી રહ્યો છે. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બીમારી માંથી ઉઠ્યો અને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો.

તેનું નગર વધારે દૂર ન હતું, જેને લીધે તે રાતે જ પોતાના ઘર સુધી પહોંચી ગયો. તેણે જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો છે. તે વિચારવા લાગ્યો કે આટલી રાતે દરવાજો ખુલ્લો કેમ છે, ક્યાંક કોઈ બનાવ તો નથી બની ગયો ને? તે દોડીને પોતાના ઘરમાં દાખલ થયો.

તેના માતા-પિતા સુતા હતા. દીકરાને જોતા જ તેઓ ઉભા થઇ ગયા અને ગળે લગાડી લીધો.દીકરાએ પોતાના માતા-પિતાને પૂછ્યું કે આટલી રાતે પણ દરવાજો કેમ ખુલ્લો છે.

પિતાએ કહ્યું કે,”દીકરા જે દિવસથી તું ગયો છે, તે દિવસથી આ દરવાજો ખુલ્લો જ છે. અમે વિચારી રહયા હતા કે, ખબર નહિ કે તું ક્યારે આવી જાય અને દરવાજો બંધ જોઈને ક્યાંક પાછો ના ચાલ્યો જાય, માટે અમે દરવાજો હંમેશા ખુલ્લો જ રાખ્યો છે, દીકરાંને પોતાની ભૂલનો અહેસાસ થઇ ગયો.

કથાની શીખ:
આ કથાની શીખ એ છે કે માતા-પિતા પોતાના સંતાનને નિસ્વાર્થ ભાવથી પ્રેમ કરે છે, સંતાનોએ પણ આ વાત સમજવી જોઈએ કે માતા-પિતા પોતાના બાળકોના સુખ માટે બધું જ કરતા હોય છે. ખુદ ભૂખ્યા રહીને બાળકોને પેટ ભરીને જમાડે છે, કડી મહેનત કરે છે જેથી સંતાનને પણ દરેક સુખ સુવિધાઓ આપી શકે. ક્યારેય પણ માતા-પિતાનું અનાદર કરવું ન જોઈએ.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!