Breaking News

દીકરા આકાશ અંબાણીના લગ્નમાં આ રીતે તૈયાર થઇ હતી માતા નીતા અંબાણી, રોયલ લૂકમાં જોવા મળી

  • dikrimariladakvayi
  • March 14, 2019
  • Comments Off on દીકરા આકાશ અંબાણીના લગ્નમાં આ રીતે તૈયાર થઇ હતી માતા નીતા અંબાણી, રોયલ લૂકમાં જોવા મળી

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી અને ડાયમંડ વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા 9 માર્ચના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. આ દરમ્યાન દુલ્હન બનેલી શ્લોકાઓ લૂક જોવા લાયક હતો. અબુ જાની-સંદીપ ખોસલાના લાલ જોડામાં એ ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ દુલ્હનની સાથે સાથે સાસુ નીતા અંબાણીનો લૂક પણ ઓછો ન હતો.
શ્લોકાની જેમાં જ નીતા અંબાણી પણ સંદીપ ખોસલાના ડિઝાઈનર લહેંગામાં જોવા મળી હતી. અબુ જાની-સંદીપ ખોસલાએ હાલમાં જ શ્લોકા પછી હવે નીતા અંબાણીનો લૂક શેર કર્યો છે. તેઓએ કહ્યું કે નીતા અંબાણીએ સુંદર બેઝ કલરનો ઘાઘરો પહેર્યો હતો. જેના પર ઇન્ટ્રકેટ પર્લ અને માલ એમ્બ્રોડરી સાથે મોટા મોટિફ્સ પણ હતા.તેમનું બ્લાઉઝ ઘણી બોર્ડર્સ ભેગી કરીને બનાવવામા આવ્યું હતું. ત્યારે સિલ્કના દુપટ્ટા પર હાથથી ભરત કરવામાં આવ્યું હતું. નીતાનો આ લહેંગો ખૂબ જ હેવી દેખાઈ રહ્યો હતો. તેને પોતાના આ લૂકને કોન્ટ્રાસ્ટિંગ હેવી જવેલરી સાથે પૂરો કર્યો હતો.

જણાવી દઈએ કે શ્લોકાએ જ નહિ પણ ઈશા અંબાણીએ પણ પોતાના લગ્નમાં અબુ જાની-સંદીપ ખોસલા ડિઝાઈનર લહેંગો પહેર્યો હતો. આ પહેલા દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા પણ પોતાના રિસેપશન દરમ્યાન આ ડિઝાઈનરના કપડા પહેરી ચુકી છે.

નોંધનીય છે કે આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચએ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં થઇ હતી. જેમાં રાજનીતિ અને ખેજ સહીત મોટા-મોટા સિતારાઓ શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન પણ સામેલ થયા હતા. આ પછી 10 માર્ચે મંગલ પર્વ અને 11 માર્ચે રિસેપશન રાખવામાં આવ્યું હતું.

Author: dikrimariladakvayi.in

error: Content is protected !!