Breaking News

ગરીબ મહિલાના એકાઉન્ટમાં આવ્યા 3.10 લાખ રૂપિયા, તરત જ રૂપિયા ઉપાડ્યા કર્જ ચૂકયું ઘરેણાં લીધા અને અચાનક જ પોલીસ આવી…

  • dikrimariladakvayi
  • March 14, 2019
  • Comments Off on ગરીબ મહિલાના એકાઉન્ટમાં આવ્યા 3.10 લાખ રૂપિયા, તરત જ રૂપિયા ઉપાડ્યા કર્જ ચૂકયું ઘરેણાં લીધા અને અચાનક જ પોલીસ આવી…

મધ્યપ્રદેશના કરૈરા તહસીલમાં એક ગ્રામીણ મહિલાની સાથે એક વિચિત્ર ઘટના બની. સિરસોના ગામની રહેનારી આ મહિલાના ખાતામાં આગળના દિવસોમાં ક્યાંકથી 3.10 લાખ રૂપિયા જમા થયા છે. મહિલા મમતા કોલી ની ખુશીનો પાર જ ન હતો. તેને લાગ્યું કે આ સરકારએ આપ્યા છે. જેના પછી તેમણે પૈસા કઢાવ્યા અને પોતાનું બધું જ કર્જ ચૂકવી નાખ્યું, આ સિવાય તેણે પોતાના પતિ માટે મોટરસાઇકલ પણ ખીરીદી લીધી. પણ આ વચ્ચે બેન્ક ના કર્મચારી પોલીસ ની સાથે મહિલાના ઘરે પહોંચી ગયા જેના પછી પૂરો પાસો જ પલટાઈ ગયો.

માથું પકડીને જમીન પર બેસી ગઈ મહિલા: જ્યારે બેન્ક અને પોલીસના અધિકારીઓ મમતાના ઘરે પહોંચ્યા તો તેઓના તો જાણે કે હોંશ જ ઉડી ગયા. તે અને તેના પતિ સુરેન્દ્ર કોલી ની બધી જ ખુશીઓ છીનવાઈ ગઈ. બંને પોતાના માથા પકડીંને નીચે જમીન પર બેસી ગયા.મહિલાએ બેન્ક કર્મચારીઓ ને કહ્યું કે તેણે 3.10 લાખ રૂપિયા માં સૌથી પહેલા પોતાનું કરજ ચુકવ્યું અને તેના પછી પોતાના માટે અમુક ઘરેણા ખરીદ્યા અને બચેલી રકમથી પતિ માટે મોટરસાઇકલ પણ ખરીદી.

પૈસા પાછા ન આપે તો લેવાશે કડક પગલાં: મહિલાએ કહ્યું કે તેની પાસે 3.10 લાખ રૂપિયામાં લગભગ 85,000 રૂપિયા બચ્યા છે. બેન્ક અને પોલીસ અધિકારીઓએ બચેલી આ રકમ મહિલા પાસેથી લઇ લીધી.જો કે બાકીની રકમ પાછી આપવા માટે તેને થોડો સમય પણ આપ્યો છે. મધ્યાન્ચલના ગ્રામીણ બેન્ક સિરસૌદના બ્રાન્ચ મેનેજર અજય દંડૌતીયા નું કહેવું છે કે જો મમતા કોલી એ પૈસા પાછા ન કર્યા તો તેના પર પોલીસના કડક પગલાં લેવાશે.બીજી તરફ પુરી હકિકત જાણ્યા પછી મમતા ની રોઈ રોઈને ખરાબ હાલત થઇ ગઈ છે.તેને સમજમાં આવી રહ્યું ન હતું કે આટલી મોટી રકમ આવી ક્યાંથી?

ખોટો આધાર નંબર થઇ ગયો હતો લિંક: જાણકારી અનુસાર,સિરસૌદ ગામમાં દુકાનદાર અનિલ નાગર ના ખાતાથી આ મહિલાનો આધાર નંબર લિંક થઇ ગયો હતો. મહિલાને આ વાતની જાણકારી ન હતી. એવામાં કિયોસ્ક સેન્ટર પર થંબ ઇમ્પ્રેશનથી અલગ અલગ દિવસે અંગુઠો લગાવીને તેણે કુલ 3.10 લાખ રૂપિયા કાઢી લીધા.આ વચ્ચે જ્યારે દુકાનદાર અનિલે પોતાના ખાતાથી રકમ નીકળી જવાની ફરિયાદ બેંકમાં કરી તો મેનેજરે જાંચ શરૂ કરી અને પછી આ પૂરો મામલો સામે આવ્યો.

હવે અમે આટલા પૈસા ક્યાંથી લાવશું?: બેન્ક અધિકારીઓએ પોલીસની મદદથી 85 હજાર રૂપિયા મમતા પાસેથી મેળવી લીધા છે. પણ મહિલા ગરીબીને લીધે બાકીની રકમ પાછી આપવા માટે અસમર્થતા વ્યક્ત કરી રહી છે. મમતા એ કહ્યું કે,”અમારું જનધન ને લીધે ઝીરો બેલેન્સ પર ખાતું ખુલ્યું હતું, અમે વિચાર્યું કે સરકાર તરફથી એ આ રૂપિયા નાખ્યા છે. હવે અમારી પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવશે?”

ટ્રેકટર વહેંચીને જમા કર્યા 3.5 લાખ: બીજી તરફ દુકાનદાર અનિલ નાગર પણ ખુબ ચિંતિત છે. તેની કપડાની દુકાન છે. તે કહે છે,”મેં 3.50 લાખ રૂપિયામાં મારુ ટ્રેકટર વહેંચીને મધ્યાન્ચલના ગ્રામીલ બેન્ક શાખા સ્થિત પોતાના ખાતામાં પૈસા જમા કરાવી દીધા હતા. નાના ભાઈ નરેન્દ્રને જયારે ચેક આપીને પૈસા કાઢવા માટે મોકલ્યો. બેંકથી ભાઈનો ફોન આવ્યો કે ખાતામાં પૈસા જ નથી. અનિલ કહે છે કે જ્યારે તે પાસબુક લઈને પહોંચ્યો તો તેને જાણ થઇ કે તેના ખાતામાંથી 3.10 લાખ રૂપિયા નીકળી ચુક્યા છે.

દીકરીના લગ્ન માટે જમા કર્યા હતા પૈસા: બેન્ક અધિકારીઓનું કહેવું છે કે જ્યારે અનિલ નાગર ના ખાતાની જાંચ કરવામાં આવી, તો આધાર નંબર ખોટો મળ્યો હતો. અનિલના બેન્ક ખાતાથી જે આધાર નંબર લિંક છે, તે મમતા કોલી નો છે. અનિલનું કહેવું છે કે તેણે પોતાની દીકરી માટે ટ્રેકટર વહેંચીને 3.50 લાખ રૂપિયા જમા કર્યા હતા.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!