લગ્ન માં લેવાતા સાત વચનો , શું તમે જાણો છો એનો મતલબ.

હિન્દુ ધર્મ માં લગ્ન ને 16 સંસ્કારો માંથી પ્રમુખ માનવા માં આવે છે. લગ્ન દરમીયાન પતિ પત્ની ને અનેક પરંપરા નું પાલન કરવું પડતું હોય છે, એમાં એ સાત ફેરા અને સાત વચન પણ પ્રમુખ છે. એના પછી જ લગ્ન ને સંપૂર્ણ માનવા માં આવે છે. આજે અમે તમને એ જ સાત વચન વિશે જણાવીએ છીએ.

પહેલું વચન: तीर्थव्रतोद्यापन यज्ञकर्म मया सहैव प्रियवयं कुर्या: वामांगमायामि तदा त्वदीयं ब्रवीति वाक्यं प्रथमं कुमारी
અર્થ – એ વચન માં કન્યા વર ને કહે છે જો તમે કોઈ વ્રત ઉપવાસ કે અન્ય કોઈ ધાર્મિક કામ કે તીર્થયાત્રા પર જાઓ તો મને પણ તમારી સાથે લઈ જાઓ. જો તમે એ સ્વીકારવા તૈયાર છો તો હું તમારા વામાંગ માં આવવા નું સ્વીકારું છું.

Image Source

બીજું વચન: पुज्यौ यथा स्वौ पितरौ ममापि तथेशभक्तो निजकर्म कुर्या:  वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं द्वितीयम
અર્થ- બીજા વચન માં કન્યા વર ને કહે છે કે તમે તમારા માતા પિતા ની જેમ જ મારા માતા પિતા નું પણ સન્માન કરી અને પરિવાર ની મર્યાદા નું પાલન કરશો. જો તમે આ સ્વીકાર કરો તો હું તમારા વામાંગ માં આવવા નું સ્વીકારું છું.

ત્રીજું વચન: जीवनम अवस्थात्रये मम पालनां कुर्यात वामांगंयामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं तृ्तीयं
અર્થ – ત્રીજા વચન માં કન્યા વર ને કહે છે કે તમે જીવન ની ત્રણેય અવસ્થાઓ (યુવાવસ્થા , પ્રૌઢવસ્થા અને વૃદ્ધાવસ્થા.) માં મારુ પાલન કરશો. જો તમે આ સ્વીકાર કરો છો તો હું તમારા વામાંગ માં આવવા નું સ્વીકારું છું.

ચોથું વચન: कुटुम्बसंपालनसर्वकार्य कर्तु प्रतिज्ञां यदि कातं कुर्या: वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं चतुर्थं
અર્થ- ચોથા વચન માં કન્યા વર ને કહે છે કે હવે આપણે લગ્ન ન બંધન માં બંધાવા જઈ રહ્યા છીએ ,તો ભવિષ્ય માં પરિવાર ની બધી આવશ્યકતાઓ ની પૂર્તિ ની જીમેદારી તમારા ખભે રેહશે.
જો તમે આ સ્વીકાર કરશો તો હું તમારા વામાંગ માં આવવા નું સ્વીકારું છું.

પાંચમું વચન: स्वसद्यकार्ये व्यवहारकर्मण्ये व्यये मामापि मन्त्रयेथा वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: पंचमत्र कन्या
અર્થ – આ વચન માં કન્યા વર ને કહે છે કે તમે ઘર ના કામો માં લગ્ન વગેરે , લેણી દેણી અને અન્ય કોઈ ખર્ચ કરતા સમય તમે મારી સલાહ લેશો તો હું તમારા વામાંગ માં આવવા નું સ્વીકારું છું.

છઠ્ઠું વચન: न मेपमानमं सविधे सखीनां द्यूतं न वा दुर्व्यसनं भंजश्चेत  वामाम्गमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं च षष्ठम
અર્થ – આ વચન માં કન્યા વર ને કહે છે કે જો હું ક્યારેય મારી બહેનપણી સાથે રહું તો તમે બધા સામે ક્યારેય મારુ અપમાન નહીં કરો. જુગાર કે કોઈ પણ પ્રકાર ની ખરાબ આદત તમારા થી દુર રાખશો તો હું તમારા વામાંગ માં આવવા નું સ્વીકારું છું.

સાતમું વચન: परस्त्रियं मातृसमां समीक्ष्य स्नेहं सदा चेन्मयि कान्त कुर्या वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: सप्तममत्र कन्या
અર્થ- આ આખરી વચન માં કન્યા વર ને કહે છે કે તમે બીજી કોઈ સ્ત્રી ને મા સમાન સમજી અને પતિ પત્ની ના પ્રેમ ની વચ્ચે અન્ય કોઈ પણ ને નહિ આવવા દો. જો તમે આ વચન નો સ્વીકાર કરો છો તો હું તમારા વામાંગ માં આવવા નું સ્વીકારું છું.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!