Breaking News

મહાભારતમાં શ્રીકૃષ્ણજી દ્વારા કહેવામાં આવેલી આ 4 વાતો જીવનની દરેક જંગમાં કરશે તમારી મદદ, હંમેશા રાખો તેને યાદ….

  • dikrimariladakvayi
  • March 18, 2019
  • Comments Off on મહાભારતમાં શ્રીકૃષ્ણજી દ્વારા કહેવામાં આવેલી આ 4 વાતો જીવનની દરેક જંગમાં કરશે તમારી મદદ, હંમેશા રાખો તેને યાદ….

મનુષ્યજાતિનું જીવન ખુબ જ દુર્લભ માનવામાં આવ્યું છે, મનુષ્યને પોતાના જીવનમાં ખુબ સંઘર્ષ કરવો પડે છે, વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં ઘણી સમસ્યાઓથી પસાર થાવું પડે છે, જો વ્યક્તિએ પોતાનું ભવિષ્ય બનાવવું છે તો તેના માટે ખુબ વિચાર કરીને જ પગલું લેવાનું રહે છે, જો કે એવા ખુબ જ ઓછા લોકો હશે જેઓ પોતાની ભવિષ્યની યોજનાઓ પર ખરા ઉતરે છે, મોટાભાગે લોકો પોતાના સપનાઓ પુરા કરવા માટે નાકામિયાબ રહે છે, તમને જણાવી દઈએ કે એવા ઘણા ધાર્મિક ગ્રંથ છે જેમાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલી ઘણી વાતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, મહાભારત પણ ભારતનું અનુપમ ધાર્મિક,પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક ગ્રન્થ છે, હિન્દૂ ધર્મના મુખ્ય ગ્રન્થોમાંનું એક આ ગ્રંથને માનવામાં આવ્યું છે. આજે અમે તમને મહાભારતમાં શ્રીકૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી અમુક એવી ખાસ વાતો વિશે જાણકારી આપવાના છીએ જેને દરેક મનુષ્યોએ યાદ રાખવું જોઈએ, તેનાથી તમારા જીવનમાં તમારે કયારેય પણ હારનો સામનો કરવો નહિ પડે.

આવોતો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણની વાતો વિશે..

1. ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતમાં કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ માટે અધૂરું જ્ઞાન ખુબ જ ખતરનાક સાબિત થાય છે, તેનું એક ઉદાહરણ એ પણ છે કે અભિમન્યુ ખુબ જ વીર અને બહાદુર યોધ્ધા હતા પણ મૃત્યુના સમયે અભિમન્યુનું અધૂરું જ્ઞાન કામમાં આવ્યું ન હતું. માટે કોઈપણ વ્યક્તિએ અધૂરું જ્ઞાન મેળવવું ન જોઈએ. હંમેશા દરેક કોઈએ પૂરું જ્ઞાન જ મેળવવું જોઈએ ત્યારે જ તેઓ પોતાના જીવનમાં સફળ થઇ શકે છે.

Image Source

2. મહાભારતમાં એવા ઘણા મિત્ર હતા જેમણે પોતાની જ સેનાની સાથે વિશ્વાસ ઘાત કર્યો હતો, મહાભારતમાં એ જ વાતનો ઉલ્લેખ મળે છે કે ઘણીવાર મિત્રના રૂપમાં આપણને દુશ્મન મળી જાય છે અને તે આપણી સાથે રહીને આપણી સાથે જોડાયેલી દરેક ખાનગી વાતોની જાણ લઇ લે છે જેને લીધે આપણને હારનો સામનો પણ કરવો પડી શકે છે.

Image Source

3. મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યું છે કે બોલેલા વચનો હંમેશા વધારે ખતરનાક હોય છે માટે વ્યક્તિએ હંમેશા પોતાના શબ્દો પર કાબુ રાખવો જોઈએ, જે રીતે દ્રૌપદી દુર્યોધનને આંધળાનો પુત્ર આંધળો ના કહેતી તો મહાભારત યુદ્ધનું સર્જન જ ના થયુ હોત, માટે દરેક વ્યક્તિએ બોલતા પહેલા સમજી વિચારીને બોલવું જોઈએ.

Image Source

4. મહાભારતમાં એ વાતનો ઉલ્લેખ મળે છે કે હંમેશા વ્યક્તિએ જુગાર કે સટ્ટાથી દૂર રહેવું જોઈએ કેમ કે શકુનીએ પાંડવો ને ફસાવવા માટે જુગાર નું આયોજન કર્યુ હતું, જેને લીધે પાંડવોએ પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું અને આખરે દ્રૌપદીને પણ દાવ પર લગાવવી પડી હતી. માટે મનુષ્યએ જુગાર કે સટ્ટા અને ષડયંત્રથી બચીને રહેવું જોઈએ.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!