Breaking News

મેસેજ મળ્યા પછી પતિ ટાઈપ કરી રહ્યો હતો કે તરત જ 1 ફોન આવ્યો અને સાંભળીને પગ નીચેથી જમીન ખસી ગઈ

  • dikrimariladakvayi
  • March 13, 2019
  • Comments Off on મેસેજ મળ્યા પછી પતિ ટાઈપ કરી રહ્યો હતો કે તરત જ 1 ફોન આવ્યો અને સાંભળીને પગ નીચેથી જમીન ખસી ગઈ

ઇથોપિયામાં રવિવારે થયેલી દુર્ઘટનામાં ચાલક દળના આઠ સભ્યો સહીત 35 દેશના 157 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામેલા લોકોમાં ભારતના પણ પાંચ લોકો હતા, જેમાં ભારતના પર્યાવરણ મંત્રાલય સાથે જોડાયેલી યુએનડીપીની સલાહકાર શીખ ગર્ગ પણ સામેલ હતી. શિખા સંયુક્ત રાષ્ટ્રના અન્ય અધિકારીઓ સાથે બેઠકમાં સામેલ થવા માટે કેન્યા જઈ રહી હતી. જાણવા મળ્યું છે કે વિમાન પર ચડતા પહેલા જ તેને પોતાના પતિને એક મેસેજ કર્યો હતો કે વિમાનમાંથી ઉતરીને તરત જ કોલ કરશે. પરંતુ મેસેજ મળ્યાના તરત પછી જ તેમના પતિને વિમાન દુર્ઘટનાની ખબર પણ મળી.
માહિતી અનુસાર, સવારે 10 વાગે અદિસ અબાબાથી ઈથોપિયન વિમાનમાં ચડતા પહેલા જ તેને પોતાના પતિ સૌમ્ય ભટ્ટાચાર્યને મેસેજ કર્યો હતો કે ફલાઇટમાં બેસી ગઈ છે અને વિમાન પહોંચતા જ તરત ફોન કરી દેશે. આ મેસેજ તેમના પતિને 15 મિનિટ બાદ મળ્યો અને પછી તેઓ જવાબ ટાઈપ કરતા જ હતા કે દરમ્યાન તેમને એક ફોન આવ્યો જેમાં તેમને વિમાન દુર્ઘટનાની ખબર મળી.
આ ખબર મળતા જ સૌમ્યને આઘાત લાગ્યો અને થોડીવાર માટે તેને કઈ જ સમજાતું ન હતું. તેમના લગ્ન 3 મહિના પહેલા જ થયા હતા. શિખાની સાથે સૌમ્ય પણ આ ટ્રીપ પર જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ કામ આવી જતા તેઓ જઈ શક્યા ન હતા. જેથી નૈરોબીની મિટિંગ પછી નવવિવાહિત કપલ વેકેશન ટ્રીપ પર જવાના હતા.

આ પહેલા પણ અદિસ અબાબા પહોંચીને શીખાએ પોતાના નાના ભાઈ સાથે વાત કરી હતી અને પોતાના સકુશળ પહોંચી જવાના ખબર આપ્યા હતા, અને કહ્યું હતું કે મિટિંગ ખતમ થયા પછી તે ફરીથી વાત કરશે. પરંતુ નૈરોબી પહોંચતા પહેલા જ તે વિમાન દુર્ઘટનાનો શિકાર બની ગઈ.જણાઈ દઈએ કે શિખાના લગ્ન ત્રણ મહિના પહેલા જ સૌમ્ય ભટ્ટાચાર્ય સાથે થયા હતા, જે પણ તેમના જ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. લગ્નના ત્રણ વર્ષ પહેલાથી બંને એકબીજાને ઓળખતા હતા.
રવિવારે થયેલી આ વિમાન દુર્ઘટનામાં શિખા સિવાય અન્ય ચાર ભારતીય યાત્રીઓ પણ મૃત્યુ પામ્યા હતા. આ ઈથોપિયન એરલાઇન્સનું બોઇંગ 737 મેક્સ 8 વિમાન અદિસ અબાબા એરપોર્ટથી ઉંડાણ ભર્યાની કેટલીક જ મિનિટોમાં ક્રેશ થઇ ગયું હતું. આ વિમાન પણ એ જ પ્રકારનું વિમાન હતું જે ઓક્ટોબરમાં ઈન્ડોનેશિયન લાયન એર પ્લેન ક્રેશ થયું હતું જેમાં યાત્રીઓ અને ચાલક દળ સહીત 189 લોકો મૃત્યુ પામ્યા હતા.

Author: dikrimariladakvayi.in

error: Content is protected !!