Breaking News

આ 1 વસ્તુ બધા લોકોના ઘરમાં હોય છે, બર્નર ચમકવાની ટિપ્સ જાણો

  • dikrimariladakvayi
  • March 14, 2019
  • Comments Off on આ 1 વસ્તુ બધા લોકોના ઘરમાં હોય છે, બર્નર ચમકવાની ટિપ્સ જાણો

ભલે તમારું ચોપિંગ બોર્ડ લાકડાનું હોય કે પ્લાસ્ટિકનું, તમારે એને સારી રીતે રાખવું જોઈએ. પાણીથી સાફ કરવાથી એ સંપૂર્ણ રીતે સાફ નથી થતું. તેના પર બેકટેરિયા ફેલાવાથી એ તમારા ભોજનમાં જઈ શકે છે અને તમને બીમાર કરી શકે છે.

કઈ રીતે સાફ કરવું ચોપિંગ બોર્ડ

  • પાણી અને સાબુથી લાકડાના ચોપિંગ બોર્ડની સપાટી ખરાબ થઇ જાય છે. એટલે તેને વાપરીને દરેક વખતે સિરકાથી સાફ કરી લો. એનાથી બેક્ટેરિયા સાફ થઇ જશે.
  • જો સિરકાની ગંધ તમને પસંદ ન હોય તો એના બદલે હાઇડ્રોજન પેરોકસાઇડથી પણ સાફ કરી શકાય છે.
  • જો લસણ ડુંગળી જેવી વસ્તુઓ ચોપિંગ બોર્ડ પર કાપી હોય તો એના પરથી આવતી ગંધને દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરો, કાપેલા લિમ્બુથી બોર્ડ સાફ કરો.

  • જો લાકડાનું ચોપિંગ બોર્ડ હોય તો તેને એવી જગ્યા પર ન રાખો એ જ્યા ભેજ હોય. નહિ તો બેક્ટેરિયા વધી શકે છે.
  • પ્લાસ્ટિકના ચોપિંગ બોર્ડ ને સાફ કરવા માટે બેકિંગ સોડા, મીઠું અને પાણીની પેસ્ટ લગાવો અને સાફ કરો.

આ રીતે કરો ગેસ બર્નરની સફાઈ-

રસોડાની સફાઈ કરતા સમયે સૌથી વધુ મહેનત ગેસ બર્નરને સાફ કરવામાં લાગે છે. જો એના પર કોઈ ભોજન સામગ્રી લાગી ગઈ છે તો તેના છેદને સાફ કરવામાં વધુ મહેનત લાગે છે. તો તેને આસાનીથી સાફ કરવા માટે આ રીત અપનાવો –

  • બે કપ પાણીમાં એક લીંબુનો રસ નાખો, અને ગરમ કરો. પછી તેમાં 3 ચમચી સિરકા અને 2-3 ચમચી બેકિંગ સોડા નાખો. આ મિશ્રણમાં ગેસનું બર્નર નાખો અને 5 મિનિટ સુધી ઉકાળો. પછી તેને બહાર કાઢીને લોખંડના બ્રશ કે સ્ક્રબરથી ઘસીને સાફ કરો. બર્નરના છેદ બંધ થઇ ગયા હોય તો તેને પિનની મદદથી સાફ કરી દો.

  • એક કપ પાણીમાં અડધો કપ વિનેગર નાખો અને આ મિશ્રણમાં થોડી વાર માટે બર્નરને બોલીને રાખો, પછી તેને લોખંડના બ્રશ કે સ્ક્રબરથી સાફ કરી દો.
  • જો બર્નર વધુ ખરાબ હોય તો ઉપરોક્ત જણાવેલ કોઈ પણ એક મિશ્રણમાં બર્નરને આખી રાત માટે મૂકી રાખો તો સવારે વધુ ઘસવા નહિ પડે. જલ્દી સાફ થઇ જશે.

આ રીતથી બર્નર સાફ કર્યા પછી એકદમ નવા લાગવા માંડશે.

Author: dikrimariladakvayi.in

error: Content is protected !!