Breaking News

આ હોળી પર કરી લો આ નાનો એવો ઉપાય, ખુદ મહાલક્ષ્મી ભરી દેશે તમારો ખાલી ખોળો, થઇ જાશો માલામાલ…

  • dikrimariladakvayi
  • March 18, 2019
  • Comments Off on આ હોળી પર કરી લો આ નાનો એવો ઉપાય, ખુદ મહાલક્ષ્મી ભરી દેશે તમારો ખાલી ખોળો, થઇ જાશો માલામાલ…

આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતાના જીવનને સફળ બનાવવા માટે દરેક સંભવ કોશિશમાં લાગ્યા રહે છે,પણ આટલું બધું કરવા છતાં પણ મોટાભાગે લોકોને સફળતા નથી મળતી, જ્યારે કડી મહેનત કરવા છતાં પણ વ્યક્તિને સફળતા નથી મળતી તો આવી સ્થિતમાં વ્યક્તિ ઘણા એવા ઉપાયો પણ કરે છે, આ ઉપાયો કરીને વ્યક્તિ પોતાના જીવનમાં ચાલી રહેલી દરેક સાસમ્યાઓને દૂર કરવા માગે છે, જો તમારા જીવનમાં પણ સમસ્યાઓ ચાલી રહી છે અને તમારી ઈચ્છાઓ પુરી નથી થઇ રહી તો જ્યોતિષમાં જણાવામાં આવેલા અમુક ઉપાયો તમે કરી શકો છો.

તમે આ ઉપાયોને હોળીના દિવસે અપનાવી શકો છો.આજે અમે તમને હોળી પર કરવામાં આવતા અમુક ઉપાયો વિશે જણાવીશું જેનું અનુકરણ કરવામાં આવે તો ખુદ મહાલક્ષ્મી તમારી સાથે રહેશે અને તમારો ખાલી ખોળો અનેક ખુશીઓથી ભરી દેશે.

જાણો હોળી પર ક્યાં ઉપાયો કરવા જોઈએ:

જો લાખ કોશિશ કરવા છતાં પણ તમને ધનની પ્રાપ્તિ નથી થઇ રહી તો આ સ્થિતિમાં તમે હોળીની રાતે રાઈના તેલનો ચારમુખવાળો દીવો પ્રગટાવો અને ઘરના મંદિરમાં મૂકીને પરિવારની સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરો. જો તમે આ ઉપાય કરશો તો તેનાથી ધનનું આગમન થવાનો માર્ગ ખુલી જાશે અને જીવનની ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થઇ જાશે.

જો તમારે તમારી નોકરી કે વ્યાપારમાં સફળતા મેળવવી છે તો તેના માટે તમારે 21 ગોમતી ચક્ર લઈને હોલિકા દહનની રાતે શિવલિંગ પર અર્પણ કરો અને સવારના સમયે તેને લઈને તિજોરીમાં રાખી દો. જો તમે આ ઉપાયને અપનાવશો તો અમુક જ દિવસમાં તેનો પ્રભાવ તમને નજરમાં આવવા લાગશે અને તમારી સમસ્યા પણ દૂર થઇ જાશે.

જો રાહુની ખરાબ અસર તમારા જીવન પર પડી રહી છે તો એવામાં તમે એક નારિયેળમાં અળસીનું તેલ અને થોડો ગોળ નાખીને આ નાળિયેરને તમારી ઉપરથી એક વાર ફેરવીને સળગી રહેલી હોળીકામાં નાખી દો, તેનાથી રાહુનો પ્રભાવ હંમેશાને માટે દૂર થઇ જાશે.

જો તમને રોજગાર પ્રાપ્તિમાં બાધાઓ આવી રહી છે તો આ સ્થિતિમાં જે લોકો બેરોજગાર છે તેઓ હોળીની રાતે 12:00 વાગતા પહેલા એક લીંબુ લઈને ચાર રસ્તા પર જાઓ અને તેના ચાર ટુકડા કરીને ચારે દિશાઓ તરફ ફેંકીને ઘરે પાછા આવી જાઓ પણ એ વાતનું ધ્યાન રાખો કે લીંબુ ફેંકીને તમારે પાછું વળીને જોવાનું નથી.

જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે અને તે તમને પાછા નથી મળી રહ્યા તો એવામાં તમે હોળીના દિવસે 11 ગોમતી ચક્ર હાથમાં લઈને હોળિકાની 11 પરિક્રમા કરીને ધન પ્રાપ્તિની પ્રાર્થના કરો અને પછી એક સફેદ કાગળ પર તે વ્યક્તિ નું નામ લાલ ચંદનથી લખો જેને તમે પૈસા ઉધાર આપ્યા છે અને આ 11 ગોમતી ચક્રને કાગળમાં લપેટીને એક એકાંત જગ્યા પર ખાડો ખોદીને તેમાં દાંટી દો. અમુક જ દિવસોમાં તમારા પૈસા પાછા મળી જાશે.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!