Breaking News

હોલિકાદહનના દિવસે બજરંગબલીની સામે કરો આ નાનું એવું કામ, બની જાશે તમારા દરેક બગડેલા કામ….

  • dikrimariladakvayi
  • March 19, 2019
  • Comments Off on હોલિકાદહનના દિવસે બજરંગબલીની સામે કરો આ નાનું એવું કામ, બની જાશે તમારા દરેક બગડેલા કામ….

હોળીના દિવસોમાં લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળે છે, હોળી રંગોનો તહેવાર હોય છે. હોળીમાં દરેક લોકો એકબીજાને રંગો લગાવે છે અને એક બીજાને ગળે મળે છે.લોકો અમુક દિસવો પહેલાથી જ હોળીના તહેવારની તૈયારીઓમાં લાગી જાતા હોય છે પણ આ દિવસે અમુક એવા ઉપાયો પણ કરવામાં આવે છે જેનાથી વ્યક્તિ પોતાના જીવનની મંગલ કામના કરે છે અને જીવનની દરેક ચિંતાઓથી મુક્તિ મેળવે છે. જો તમે હોલિકાદહનના દિવસે હનુમાનજીની પૂજા કરો છો તો તેનાથી તમને વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે, આ સિવાય નકારાત્મક શક્તિઓથી પણ છુટકારો મળે છે.

આવો તો જાણીએ હોલીકાદહનના દિવસે ક્યાં ઉપાયો કરવા જોઈએ?:
1.જો તમારા જીવનથી સમસ્યાઓ જાવાનું નામ જ નથી લઇ રહી તો એવામાં તમે તમારી ચિંતાઓથી બચવા માટે હોલિકાદહન ના દિવસે મહાબલી હનુમાનજીનાને મીઠું પાનનું બીડું અર્પણ કરો, તે ખુબ જ શુભ માનવામાં આવ્યું છે જો તમે આવું કરો છો તો તેનાથી મહાબલી હનુમાનજી તમારાથી પ્રસન્ન થાશે અને તેની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા બની રહેશે.

2.જો તમને ધનવાન બનવાની ઈચ્છા છે તો તમેં હોલિકા દહનના દિવસે પહેલા વડલાના મોટા પણ તોડીને ઘરમાં લાવો હવે તેને સ્વચ્છ પાણીથી ધોઈને તેના પર ચંદનથી શ્રીરામ નામ લખો. જ્યારે આ પાન સુકાઈ જાય તો તેને હોલિકા દહનના સમયે પોતાના ખિસ્સા કે પર્સમાં મૂકી દો. તેનાથી તમારા જીવનમાં ક્યારેય પણ ધનની ખામી નહીં આવે અને લગાતાર ધનમાં વધારો થાશે.

3.જો તમે તમારી ઇચ્છાનુસાર નોકરી મેળવવા માગો છો તેના માટે હોલિકાદહનની પૂજાની સાથે મહાબલી હનુમાનજીની આરાધના કરો અને હનુમાનજીના સમક્ષ રાઈના તેલનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો, તેનાથી તમારી દરેક ઈચ્છાઓ પુરી થઇ જાશે.


4.જો તમને તમારા કામકાજમાં સફળતા મેળવવી છે તો તેના માટે હોલિકાદહનની સવારે 11 કે પછી 5 બ્રાહ્મણોને હનુમાનચાલીસા અને દક્ષિણા દાન કરો, તેનાથી તમારા દરેક બગડેલા કામ બની જાશે.
5.જો તમે હોલીકાદહનના દિવસે મહાબલી હનુમાનજીને લાલ જાસૂદના ફૂલની માળા અર્પણ કરો છો તો તેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાઓ દૂર થઇ જાશે.


6. જો કોઈ શનિ દોષથી પીડિત છે તો તેનાથી મુક્તિ મેળવવા માટે હોળીના દિવસે કાળા રંગનું કપડું લો અને તેમાં થોડી અડદની દાળ અને કોલસો નાખીને પોટલી બાંધી લો અને તેમાં એક સિક્કો પણ રાખી દો, તેના પછી આ પોટલીને પોતાની ઉપર 7 વાર ફેરવીને કોઈ નદીમાં પધરાવી દો, તેનાથી શનિદોષ પીડાથી મુક્તિ મળી જાશે.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!