Breaking News

અધિકારી બનીને ગરીબ માનું કર્જ ચૂકવવા માંગતો હતો દીકરો, માએ કહ્યું – કરી દે મારુ એક કામ અને પછી….

  • dikrimariladakvayi
  • March 14, 2019
  • Comments Off on અધિકારી બનીને ગરીબ માનું કર્જ ચૂકવવા માંગતો હતો દીકરો, માએ કહ્યું – કરી દે મારુ એક કામ અને પછી….

મનુષ્યનો સ્વભાવ ખૂબ જ અલગ હોય છે, ઘણા લોકો પોતાની સાથે કરવામાં આવેલા સારા વર્તન અને ત્યાગને ભૂલી જાય છે, જેમાં બીજાથી લઈને માતા-પિતા પણ સામેલ હોય છે. માતા-પિતાનો અહેસાન ક્યારેય કોઈ ઉતારી શક્યું નથી પરંતુ વ્યક્તિ આ વાતોને ભૂલીને પોતાનું જીવન એ રીતે જીવવા લાગે છે કે જે રીતે એ જીવવા માંગે છે. વ્યક્તિએ ક્યારેય ભૂલવું જોઈએ નહિ કે આપણે અત્યારે જે પણ કઈ છીએ એ પોતાના માતા-પિતાના ત્યાગના કારણે જ બનીએ છીએ. દુનિયાનું એક સત્ય એ પણ છે કે આપણે ક્યારેય પોતાની માતાનું કર્જ નથી ચૂકવી શકતા. ભલે એના બદલે પોતાનું આખું જીવન જ કેમ ન લૂંટાવી દેવું પડે.

Image Source

અધિકારી બનીને માતાનું દેવું ચૂકવવા માંગતો હતો દીકરો
અહીં એક એવા મા-દીકરાની વાત કરીએ છીએ કે જેમાં એક ગરીબ પરિવારનો દીકરો ભણી-લખીને અધિકારી બન્યો, તેના પિતાનું મૃત્યુ તો તે નાનો હતો ત્યારે જ થઇ ગયું હતું. તેની માતાએ રાત-દિવસ મહેનત કરીને તેને અધિકારી બનાવી દીધો. એક દિવસ જ્યારે દીકરો તેની મા પાસે કર્જ ચૂકવવાના ઈરાદાથી ગયો તો તેની માએ તેને એક અનોખી વાત જણાવી. માતાએ ઘણા કષ્ટો સાથે તેને ભણાવ્યો-લખાવ્યો અને સફળ બનાવ્યો, એના બદલે એક દિવસ તેને તેની માતાને કહ્યું, ‘મા તમે જીવનભર મારા માટે ઘણું બધું કર્યું છે તો આજે હું તમારું એ કર્જ ચૂકવવા માંગુ છું.’ આ સાંભળીને મા હેરાન થઇ ગઈ, અને તેને કહ્યું, ‘ના દીકરા, મને મારી મમતા અને પ્રેમના બદલે કશું જ નથી જોઈતું. પોતાની સંતાન માટે ત્યાગ કરવો દરેક માતાનું કર્તવ્ય હોય છે.’ એ પછી દીકરો વારે-વારે જીદ કરવા લાગ્યો કે એ પ્રેમ, ત્યાગ અને મમતાના બદલે તેમને કઈંક તો આપવા માંગે છે તો માતાએ તેની જીદ માની લીધી અને કહ્યું કે શું એ તેમની સાથે બાળપણની જેમ ઊંઘી શકશે? તેના પર દીકરાએ હા કહી દીધી.

રાત આદિ અને દીકરો પોતાની માતા પાસે ઊંઘવા આવી ગયો પરંતુ તેને ખબર ન હતી કે એની મા તેને કંઈક એ રીતે સમજાવશે કે માતાનું કર્જ તો ભગવાન પણ ઉતારી નથી શક્યા. જયારે દીકરો તેની માતા પાસે સુઈ ગયો ત્યારે માતાએ એક બોટલ પાણી એની તરફ નાખી દીધું અને પછી ઊંઘવાનું બહાનું કરવા લાગી.  દીકરાએ કઈંક કરીને એ ભીની જગ્યાને ઉકાવવા કરી પણ જ્યારે વારે વારે તેની માતા આ કરવા લાગી ત્યારે એ બૂમો પાડવા લાગ્યો.

Image Source

ત્યારે માએ શીખવી દીકરાને એક ઊંડી વાત
દીકરાના બૂમો પડવાથી માતા હસવા લાગી. દીકરાએ કહ્યું, ‘હું વારે-વારે એ જગ્યાને ઠીક કરવાની કોશિશ કરું છું અને તેમને એ જગ્યાને વારે-વારે ભીની કરો છો. નથી ઉંઘાડવો તો કહી દો, હું જતો રહીશ.’ એના પર તેની માતાએ હસતા ચહેરે જવાબ આપ્યો કે મારા ફક્ત 2-3 બોટલ પાણી નાખવાથી તને તકલીફ થઇ રહી છે તો વિચાર કે તે 2-3 વર્ષ આવું કર્યું છે. તો મેં કેટલી બૂમો પડી હશે?

એ પછી આંખમાં આંસુ લઈને માતા બોલી, ‘માનું કર્જ કોઈ નથી ઉતારી શકતું દીકરા… જે દુઃખ સહન કરીને એક માતા પોતાના બાળકને પેટમાં રાખીને પોતાનો જીવ હથેળીમાં રાખીને તેને જન્મ આપે છે, એ સિવાય બાળકો તેને અપમાનિત કરે છે અને અંદર સુધી તોડી દે છે.’ માની વાતો સાંભળીને અધિકારી દીકરો રડવા લાગ્યો અને બોલ્યો, ‘મા હું હંમેશા ભીની પથારી પર ઊંઘવા તૈયાર છું, હું હંમેશા તમારું ધ્યાન રાખીશ, પરંતુ હું ક્યારેય તમારું કર્જ નહિ ઉતારી શકું.

એવું કહેવામાં આવે છે કે મા દીકરાની સૌથી પહેલી ગુરુ અને મિત્ર હોય છે. એટલે જ માતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે કારણ કે જે સમયે બાળક રંગ, સ્વાદ, અને બીજું કઈ જ આથી સમજતો ત્યારે એ પોતાની માતાને જોઈને હસે છે. આ ખૂબ જ સુંદર દ્રશ્ય હોય છે કે જ્યારે એક નવજાત શિશુ પોતાની માતાને પહેલી વાર જુએ છે.

Author: dikrimariladakvayi.in

error: Content is protected !!