Breaking News

ઘરમાં રાખેલા મની પ્લાન્ટના છોડમાં બાંધી દો આ 1 વસ્તુ, ચુંબકની જેમ પૈસા ખેંચાઈને આવશે….

  • Dhruv Writer
  • March 28, 2019
  • Comments Off on ઘરમાં રાખેલા મની પ્લાન્ટના છોડમાં બાંધી દો આ 1 વસ્તુ, ચુંબકની જેમ પૈસા ખેંચાઈને આવશે….

આજના જમાનામાં પૈસા દરેક માણસ માટે બધાથી વધારે જરૂરી થઈ ગયા છે. હવે રોજની જીવન જરૂરી વસ્તુઓ પૈસાથી જ આવે છે. આ માટે બધા લોકો આંખ બંધ કરીને મહેનત કરવામાં લાગ્યા છે. ઘરમાં પૈસા કેવી રીતે આવે, અથવા ઘરમાં ખુશહાલી કેવી રીતે જાળવી, આ માટે વાસ્તુશાસ્ત્રમાં પણ  ઘણાં બધા ઉપાયો છે જેમાંથી એક ઉપાય આજે અમે તમને જણાવા જઈ રહ્યા છે. આ ઉપાય અપનાવી તમે પણ પોતાના ઘરને ધન-ધાન્યથી ભરી શકશો.

બધાથી પહેલા તમને એક એવા છોડ વિષે જણાવીએ કે જેને ધનનું સૂચક માનવામાં આવે છે. આર્થિક વાસ્તુશાસ્ત્રમાં આ વાતનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેના ઘરમાં આ છોડ હશે તે ઘરમાં લક્ષ્મીની કૃપા બની રહશે. આ છોડ છે મની પ્લાન્ટનો  છોડ. કેટલાક લોકો એમ કહેછે કે તેમને પોતાના ઘરમાં કેટલાક વર્ષથી મની પ્લાન્ટનો છોડ રાખ્યો છે તેમ છતાં પણ પૈસાની તકલીફ પડે છે. અસલીમાં આ મની પ્લાન્ટના છોડને  રાખવાના થોડા નિયમ છે જેમનું પાલન કરવાથી જ આ છોડના ફાયદા જોવા મળે છે.

બધાથી પહેલા ધ્યાન રાખો કે મની પ્લાન્ટના છોડને ઘરમાં કઈ દિશા અથવા ક્યાં સ્થાન પર રાખ્યું છે. મની પ્લાન્ટ ના છોડને ઘરમાં ઉત્તર દિશામાં રાખવું ખુબજ સારું રહેશે. આ છોડને ઘરમાં શૌચાલયની પાસે તો ક્યારે પણ ના રાખવું. આ વાત તો હતી મની પ્લાન્ટને કઈ જગ્યાએ અને કઈ દિશામાં રાખવું જોઈએ.

હવે તમને એવી તરકીબ જણાવશું કે જેને કરવાથી આ મની પ્લાન્ટની અસર બે ગણી વધી જશે. ધ્યાનથી વાંચજો. તમારા ઘરમાં રાખેલ મની પ્લાન્ટના છોડમાં એક લાલ રંગની રીબીન તેના મૂળિયાં માં સારી રીતે બાંધી દો. એવું કરવાથી તમે પોતેજ જોશે કે ઘરમાં  પૈસા આવાના શરુ થઇ ગયા તેની સાથે સાથે ખુશહાલી પણ ઘરમાં વાસ કરશે

Author: dikrimariladakvayi.in

error: Content is protected !!