બુટ માંથી આવતી વાસ થી શરમ માં મુકાવું પડે છે ? તો અપવાનો આ ૧૦ સરળ ટ્રીક..

ગરમી ની સિઝન ના લોકો ના જુતા બુટ શૂઝ માંથી આવતી દુર્ગંધ ને કારણે બધા સામે શર્મીનદા થવું પડતું હોય છે. એનું મુખ્ય કારણ છે પસીનો જેને કારણે બેક્ટેરિયા ઉદભવે છે , બીજું કારણ છે રોજ મેલા મોજા પહેરવા ને કારણે પગ માં ફુંગ થઈ જાય છે એને કારણે પણ દુર્ગંધ આવે છે.તમને આ બધા થી છુટકારો મેળવવા ના સહેલા ઉપાય વિશે જણાવીએ.જો કે જુતા માં દુર્ગંધ બેક્ટેરિયા ને કારણે આવે છે એટલે એને નાબૂદ કરવા માટે તમારા જુતા માં રાત્રે થોડો બેકિંગ સોડા છાંટી દો. અને સવારે જુતા પહેરવા વખતે એને સાફ કરી દો. એવું કરવા થી દુર્ગંધ ચપટી વગાડતા ગાયબ થઈ જશે. જુતા ની દુર્ગંધ દૂર કરવા તમારા મોજા રોજ બદલો. એવું કરવા થી જુતા સાફ રેહશે. જ્યારે મેલા મોજા પહેરવા થી અને ગરમી માં એમાં પસીનો જાય ત્યારે જુતા ની સોલ એટલે કે તળિયા માં બધા બેક્ટેરિયા ચીપકી જાય છે. જેથી જુતા માંથી વધુ દુર્ગંધ આવે છે.

Image Source

જુતા ની દુર્ગંધ દૂર કરવા માટે ટી બેગ પણ એક સારો વિકલ્પ છે. એના માટે તમે ચા માટે વાપરેલ ટી બેગ ને ઠંડુ કરી લો. હવે તેનું નોર્મલ તાપમાન થઈ જાય પછી બંને જુતા ની અંદર રાખી દો. એને થોડો સમય રહેવા દો. એવું બે દિવસ કરવા થી જુતા ની દુર્ગંધ બિલકુલ ખતમ થઈ જશે.દુર્ગંધ હટાવવા માટે જુતા ની અંદર એક બે ટીપાં લવેન્ડર ઓઇલ નાખો. કારણકે એમાં બેક્ટેરિયા નો નષ્ટ કરવા ની તાકાત હોય છે એટલે એને નાખતા દુર્ગંધ તુરંત ખતમ થઈ જશે. સાથે જ સારી સુગંધ આવવા લાગશે. ખાટા ફળો પણ બેક્ટેરિયા ને દૂર રાખે છે. એટલે જુતા ની અંદર મોસંબી તેમજ સંતરા જેવા ખાટા ફળો ની છાલ નાખી દો. એને 10 -15 મિનિટ રહેવા દો. પછી એ છાલ ને હટાવી દો. એવું કરવા થી દુર્ગંધ દૂર થઈ જશે.

જુતા ની દુર્ગંધ નું એક કારણ તેનું ભીનું રહેવું પણ છે. ખાસ કરી ને વરસાદ માં ભીંજાયેલ જુતા પુરી રીતે સુકાયા વિના પહેરવા થી પગ માંથી દુર્ગંધ આવવા લાગે છે. એને દૂર કરવા માટે જુતા ને ધોઈ અને ફરી થી સરખી રીતે સુકાવવા દો. હવે તેમાં થોડો ટેલક્મ પાઉડર નાખી પહેરી લો. સફેદ સિરકા પણ જુતા ની દુર્ગંધ ને નાબૂદ કરવા ની એક રીત છે. એના થી જુતા ને ધોવા પર કે કોઈ કાપડ ને સિરક માં ડૂબાવી જુતા ને સાફ કરવા થી દુર્ગંધ દૂર થઈ જશે. જુતા ની દુર્ગંધ દૂર કરવા માટે એમાં નેપથલીન ની ગોળી નાખો. હવે જુતા ને થોડો સમય માટે તડકા માં રહેવા દો. એવું કરવા થી બેક્ટેરિયા નો નાશ થઈ જશે. સાથે નેપથલીન ની સુગંધ પણ નહીં આવે. જુતા ની દુર્ગંધ ને દૂર કરવા માટે તમારા પગ ને થોડા ગરમ પાણી માં પાંચ મિનિટ સુધી ડૂબાવી ને રાખો. હવે તમારા પગ ને કોઈ સાબુ કે શેમ્પુ થી સારી રીતે ધોઈ સાફ કરી લો. તમે ઇચ્છો તો જ્યારે પાણી માં પગ ડૂબાવી ને રાખો ત્યારે પાણી માં એક ચમચી ફિટકરી પણ નાખી લો. એનાથી પગ માં રહેલ બેક્ટેરિયા નાબૂદ થઈ જશે.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!