Breaking News

આ છે ભારતની એકમાત્ર મહિલા કમાન્ડો ટ્રેનર, BSF થી લઈને NSG સુધીને આપે છે ફ્રી માં ટ્રેનિંગ…

  • dikrimariladakvayi
  • March 13, 2019
  • Comments Off on આ છે ભારતની એકમાત્ર મહિલા કમાન્ડો ટ્રેનર, BSF થી લઈને NSG સુધીને આપે છે ફ્રી માં ટ્રેનિંગ…

આગળની 8 માર્ચના રોજ દુનિયાભરમાં વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી છે, એવામાં અમે તમને દેશની એક એવી મહિલા કમાન્ડર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આગળના 20 વર્ષોથી લગાતાર દેશની સેવા કરી રહી છે. તે મહિલા છે ‘ડૉ. સીમા રાવ’. સીમા દેશની પહેલી અને એકમાત્ર મહિલા કમાન્ડર ટ્રેનર છે અને તેના સિવાય તે એક વે શૂટર પણ છે. સીમા આગળના 20 વર્ષોથી ભારતીય આર્મી, એરફોર્સ, નેવી સહીત પૈરામિલિટ્રીફોર્સના કમાન્ડોને ટ્રેનિંગ આપતી આવી રહી છે. અત્યાર સુધી તેમણે લગભગ 20,000 કમાન્ડોને ટ્રેન કર્યા છે. આ કામ માટે તે સેના પાસેથી પૈસા પણ નથી લેતી.


કોણ છે સીમા રાવ:
સીમા રાવ માર્શલ આર્ટ્સમાં 7th-Degree બ્લેક બેલ્ટ મેળવનારી એકમાત્ર મહિલા કમાન્ડો ટ્રેનર છે. સીમા એક કોમ્બેકટ શૂટિંગ ઇન્સ્ટ્રકટર, ફાયર ફાઈટર, સ્કૂબા ડ્રાઇવર પણ છે. તે રૉક ક્લાઈમ્બીન્ગ માં એચએમઆઈ ગોલ્ડ મૅડાલિસ્ટ પણ રહી ચુકી છે. 50 વર્ષની ડૉ. સીમાનો જન્મ મુંબઈના બાંદ્રામાં થયો હતો. તેના માતા-પિતા પ્રો રમાકાંત સિનારી એક ફ્રીડમ ફાઈટર હતા. સીમાની અન્ય બે બહેનો છે જેમાં તે સૌથી નાની છે. સીમાની એક દીકરી પણ છે જેને તેણે દત્તક લીધેલી છે, જેનું નામ કોમલ છે.

બાળપણમાં બનવા માગતી હતી ડોક્ટર:
સીમાને બાળપણથી જ શૂટિંગ નો ખુબ શોખ હતો. એક ઇન્ટરવ્યૂમાં સીમાએ કહ્યું કે તે મેડિકલનો અભ્યાસ કરીને ડોક્ટર બનવા માગતી હતી, જેથી તેણે જીએસ મેડિકલ કોલેજથી એમડીનો અભ્યાસ પૂરો કર્યો. તેમણે કહ્યું-મારા મનમાં શરુઆતથી જ દેશ સેવાનો જુસ્સો હતો. તેમણે વિચારી લીધું હતું કે જો નોકરી અને દેશસેવા બંનેમાં કોઈ એક ને પસંદ કરવું પડે તો હું દેશ સેવાને જ પહેલી પ્રાથમિકતા આપીશ”.

આવી રીતે બની કમાન્ડો ટ્રેનર:
સીમાના આધારે 19 વર્ષની ઉંમરમાં તેની મુલાકાત મેજર ડૉ. દિપક રાવ સાથે થઈ હતી. ડૉ. દિપક માર્શલ આર્ટમાં ખુબ રુચિ રાખતા હતા. તે સમયે તે માંર્શલ આર્ટ શીખી રહયા હતા. ડૉ. દીપકના કહેવા પર જ સીમાએ પણ માર્શલ આર્ટની ટ્રેનિંગ શીખવાનું શરૂ કરી દીધું. તેના પછી કોલેજમાં અભ્યાસના દરમિયાન બંનેમાં નજીકતા વધવા લાગી.જેના પછી બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.પહેલા તો પરિવારના લોકો લગ્નને લઈને ખુશ ન હતા પણ પછી બધા માની ગયા.

માર્શલ આર્ટ એકેડમી માં આપે છે ટ્રેનિંગ:
સીમા અને દિપકની એક માર્શલ આર્ટ એકેડમી પણ છે. આ એકેડેમીમાં ભારે માત્રામાં લોકો માર્શલ આર્ટની ટ્રેનિંગ લેવા માટે આવે છે. સીમાએ આ એકડેમીની પાછળની કહાનીને લઈન કહ્યું કે તે અને તેના પતિ કોઈ સરકારી મદદની વગર સેનાને ટ્રેનિંગ આપવાનું કામ આગળ પણ યથાવત જ રાખશે, માટે અમે બંનેએ મળીને મુંબઈમાં એક માર્શલ આર્ટ એકેડમી ઓપન કરી’.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!