Breaking News

એક મહિલા ભિખારીથી ખુબ પરેશાન હતી,એક દિવસ મહિલાએ વિચાર્યુ કે-આ ભિખારી ના જાણે શું-શું બબડી રહ્યો છે, ગુસ્સામાં મહિલાએ ઝેર વાળી રોટલી બનાવી અને બારી ઉપર મૂકી દીધી, તેના પછી શું થયું?

  • dikrimariladakvayi
  • March 27, 2019
  • Comments Off on એક મહિલા ભિખારીથી ખુબ પરેશાન હતી,એક દિવસ મહિલાએ વિચાર્યુ કે-આ ભિખારી ના જાણે શું-શું બબડી રહ્યો છે, ગુસ્સામાં મહિલાએ ઝેર વાળી રોટલી બનાવી અને બારી ઉપર મૂકી દીધી, તેના પછી શું થયું?

એક મહિલા રોજ પોતાના પરિવારના લોકો માટે ભોજન બનવતી હતી. મહિલા રોજ એક રોટલી બારીની બહાર મૂકી દેતી હતી ત્યાંથી પસાર થાતો એક ભીખારી રોજ તે રોટલીને લઇ જાતો હતો અને તેનાથી પોતાની ભૂખ દૂર કરતો હતો. આ ભિખારી આવતા-જાતા એક જ વાત બડબડાવતો હતો-जो तुम बुरा करोगे वह तुम्हारे साथ रहेगा और जो तुम अच्छा करोगे वह तुम तक लौट के आएगा। રોજ રોજ આ ભિખારીની આવી વાત સાંભળીને મહિલા પરેશાન થવા લાગી.તેણે વિચાર્યુ કે આ ભિખારી ના જાણે શું શું બોલી રહ્યો હોય છે જેનો કાંઈ અર્થ જ નથી નીકળતો.

એક દિવસ મહિલાએ ક્રોધિત થઈને વિચાર્યુ કે-આજે હું તેનાથી છુટકારો મેળવીને જ રહીશ. મહિલાએ રોટલીમાં ઝેર ભેળવ્યું અને રોજની જેમ બારી ઉપર મુકવા જાતિ હતી કે તેના હાથ ધ્રુજવા લાગ્યા અને તેને તેની ભૂલનો અહેસાસ થયો. મહિલાએ તે રોટલી ચુલ્લા માં સળગાવી દીધી અને બીજી રોટલી બનાવીને બારી ઉપર મૂકી દીધી.

ભિખારી રીજની જેમ આવ્યો, તેણે રોટલી લીધી અને ફરીથી તે જ વાત બોલ્યો-जो तुम बुरा करोगे वह तुम्हारे साथ रहेगा और जो तुम अच्छा करोगे वह लौट के आएगा। મહિલાનો એક દીકરો પણ હતો, જે શહેરની બહાર રહેતો હતો.મહિલા રોજ તેની સલામતીની પ્રાર્થના કરતી હતી.

પણ આગળના અમુક દિવસોથી તેના દીકરાની કોઈપણ ખબર ન હતી. સાંજે અચનાક તેના દરવાજે કોઈક આવ્યું, દરવાજો ખોલ્યો તો જોયું કે તેનો દીકરો સામે ઉભો છે. તેના કપડા ફાટેલા હતા અને ભૂખને લીધે ખુબ કમજોર પણ દેખાઈ રહ્યો હતો. તેનામાં ઉભા રહેવાની પણ તાકાત ન હતી.

તેણે તેની માં ને કહ્યું કે તે જંગલના રસ્તેથી આવી રહ્યો હતો તો રસ્તામાં અમુક ડાકુઓએ તેને લૂંટી લીધો, તેના પછી હું રસ્તો જ ભૂલી ગયો. જમવાનું ન મળવાને લીધે હું ખુબ જ કમજોર થઇ ગયો હતો. જ્યારે હું ઘરેથી થોડો જ દૂર હતો કે હું ભૂખને લીધે રસ્તા પર જ પડી ગયો, ત્યારે એક ભિખારીએ મને રોટલી આપી.

રોટલી ખાઈને મને થોડી રાહત મળી અને હું અહીં સુધી આવી શક્યો. આ સાંભળતા જ માં ને તે ઝેર વાળી રોટલીની યાદ આવી ગઈ. હવે મહિલાને તે ભિખારીની વાત સમજમાં આવી ગઈ હતી- जो तुम बुरा करोगे वह तुम्हारे साथ रहेगा और जो तुम अच्छा करोगे वह तुम तक लौट के आएगा।

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!