અમર પ્રેમ કહાની – મૃત્યુ પણ અલગ ના કરી શક્યું, એક સાથે ઉઠી પતિ-પત્નીની અર્થી, લોકો થયા ભાવુક….સત્ય ઘટના વાંચીને તમે રડી પડશો

કહેવાય જ છે ને કે લોકો ચાલ્યા જાય છે પણ પ્રેમ કહાનીઓ અમર રહે છે એવી જ એક અતૂટ પ્રેમ કહાની વિશે આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમારું મન પણ પીગળી જાશે. આ સાચી પ્રેમ કહાની આ એક પતિ પત્ની છે જેઓ 70 વર્ષો થી એકબીજા સાથે રહી રહયા હતા.તેઓ 7 દશકો સુધી એકબીજાની સાથે રહ્યા અને દરેક સુખ દુઃખ માં એક બીજાનો સાથ આપ્યો, અને અંત સમયમાં પણ આ દંપત્તિ ની અર્થી ઘરેથી એકસાથે જ ઉઠી હતી. આ પ્રેમ કહાની મધ્યપ્રદેશ ના મુરૈના જિલ્લા ની છે, જ્યા અમુક દિવસ પહેલા 90 વર્ષના છોટેલાલ શર્મા અને તેની 87 વર્ષની ધર્મ પત્ની ગંગાદેવીનું નિધન એકસાથે જ થઇ ગયું હતું.

બંને ના લગ્ન 70 વર્ષ પહેલા થયા હતા. બંનેની વચ્ચે આટલા વર્ષોમાં પ્રેમ ક્યારેય કમજોર થયો ન હતો અને મૃત્યુ પણ તેઓને અલગ ના કરી શક્યું.  આ દંપત્તિ ના મૃત્યુ થી એક બાજુ તેના પરિવારના લોકોને ખુબ જ આઘાત લાગ્યો છે અને બીજી તરફ આ દંપત્તિની અતૂટ પ્રેમ કહાની ચર્ચામાં છે.આ દંપત્તિ ના નિધન ની પાછળ ની કહાની તમને ભાવુંક કરી દેશે. પરિવારના કહેવા અનુસાર છોટેલાલ અને તેની પત્ની વચ્ચે નો સંબંધ ખુબ જ પ્રેમ ભર્યો હતો. ગયા શનિવારે અચાનક જ છોટેલાલ ની તબિયત બગડી અને તેનું નિધન થઇ ગયું.

Image Source

પરિવારે તેના નિધનની જાણકારી ગંગાદેવી ને આપી ન હતી જેથી કરીને તેને આઘાત ન લાગે. રવિવારે છોટેલાલના અંતિમ સંસ્કાર કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો અને જયારે આ જાણકારી ગંગાદેવી ને આપી તો તે પડી ભાંગી હતી.જાણકારી અનુસાર જયારે છોટેલાલની શવયાત્રા ઘરેથી નીકળી તેના 15 મિનિટ પછી ગંગાદેવી એ પણ પોતાના પ્રાણ ત્યાગી દીધા. ગંગાદેવી ના નિધનને લીધે પરિવારના લોકોને ઊંડો આઘાત લાગ્યો અને તેઓએ બંનેનું અંતિમ સંસ્કાર એક સાથે જ કરવાનું વિચાર્યું.તેના પછી પરિવારના લોકોએ છોટેલાલ અમે ગંગાદેવી ને નાગાજી મુક્તિધામ માં એક જ શૈયા પર સુવડાવ્યા અને એક બીજાનો હાથ પકડાવીને તેઓને મુખાગ્નિ આપી હતી. આ બંને શરીર ભલે હવે આ દુનિયામાં નથી રહ્યા પણ તેની પ્રેમ કહાની હંમેશા લોકોના દિલોમાં જીવિત રહેશે.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!