Breaking News

આ ગુફામાં થયો હતો રામભક્ત હનુમાનનો જન્મ? જાણો રહસ્ય

  • dikrimariladakvayi
  • March 28, 2019
  • Comments Off on આ ગુફામાં થયો હતો રામભક્ત હનુમાનનો જન્મ? જાણો રહસ્ય

શ્રીરામ ભક્ત હનુમાનજી પોતાની કૃતિ માટે યોગો-યુગો થી જાણવામાં આવે છે અને આગળ પણ જાણવામાં આવશે, પણ હનુમાનનું જન્મ સ્થળ આજે પણ ગુમનામ છે. ઝારખંડ રાજ્યના ગુમલા જિલ્લાથી 21 કિલોમીટર ના અંતર પર સ્થિત આંજન ધામ હનુમાનજીના જન્મસ્થળના નામે જાણવામાં આવે છે.

માનવામાં આવે છે કે આંજન ધામમાં જ શ્રીરામ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો, કેમ કે તેની સાબિતી અહીંના પહાડોમાં આજે પણ વિદ્યમાન છે. હનુમાનનો જન્મ આંજનમાં થયેલો છે તેની સાબિતી એ છે કે પાલકોટ પ્રખંડમાં સુગ્રીવ ગુફા અને કીશ્કીન્ધાનું હોવું. આંજનમાં માતા અંજની દરેક દિવસ એક તળાવમાં સ્નાન કરીને શિવલિંગ માં જલાભિષેક કરતી હતી. માટે અહીં 360 શિવલિંગ અને એટલા જ તળાવો પણ મળે છે.

માતા અંજનીનું નિવાસ સ્થાન હોવાને લીધે ગુમલા જિલ્લાનું અન્ય નામ આંજન પણ છે. આ તે સ્થાન છે જ્યાં ઋષિમુની શાંતિની શોધમાં આવ્યા કરતા હતા. અંજનમાં મહાદેવની પૂજા કરવાની પરંપરા પ્રાચીન કાળથી જ હતી. હવે અહીં આંજન માતા મંદિર બનેલું છે. આંજનમાં નકટી દેવી સ્થાન છે. અહીં વિશેષ અવસરો કે તહેવારો પર સફેદ અને કાળા બકરાની બલી આપવામાં આવે છે, અંજની માતાના મંદિરની નીચે એક પ્રાચીન સાપની ગુફા પણ છે.

અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓ આ ભક્તિભજન સાપની ગુફાના પણ દર્શન ચોક્કસ કરે છે. ગુફામાં એક રાફડો છે જ્યાં સાપને જોઈ શકાય છે. લોકોનું માનવું છે કે તે નાગદેવ છે. ગુફાના દ્વારની નજીક અંજની માતાની મૂર્તિ છે. માન્યતા છે કે 1500 ફૂટથી પણ વધારે લાંબી આ ગુફાની અંદર એક રસ્તો છે. આજ રસ્તાથી થઈને એક સમયે માતા અંજની ખટવા નદી સુધી જાતિ હતી અને સ્નાન કરીને પાછી આવતી હતી.

લોકોનું કહેવું છે કે એક વાર આદિવાસીઓને અંજની માતાને પ્રસન્ન કરવા માટે બકરાની બલી આપી હતી. તેના પછી માતા અપ્રસન્ન થઇ ગયા, ત્યારથી માતાની ગુફાના દરવાજા હમેંશાને માટે બંધ કરી દેવામાં આવ્યા. આંજન ગામ હનુમાનજીના જન્મ સ્થળને લીધે ઘણીવાર ચર્ચાનો વિષય તો બને જ છે, પણ આજે પણ આ ક્ષેત્ર અવગણાયેલું છે અને પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બનવાની રાહ જોઈ રહ્યું છે.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!