Breaking News

ગર્ભપાતનું દર્દ શું હોય છે તે ખુબ સારી રીતે જાણે છે આ 5 બૉલીવુડ અભિનેત્રીઓ, એક તો ખોઈ ચુકી છે પોતાનું બાળક….

  • dikrimariladakvayi
  • March 13, 2019
  • Comments Off on ગર્ભપાતનું દર્દ શું હોય છે તે ખુબ સારી રીતે જાણે છે આ 5 બૉલીવુડ અભિનેત્રીઓ, એક તો ખોઈ ચુકી છે પોતાનું બાળક….

”માં” શબ્દ ની આગળ દરેક શબ્દ નાના પડી જાય છે. આ વાત એકદમ સાચી છે કે માં ના ચરણોમાં દુનિયા હોય છે અને માં-બાળકનો સંબંધ સૌથી સુંદર અને મજબૂત હોય છે. એક માં પોતાના બાળકના મનની વાત કહ્યા વગર જ સમજી જાય છે. તે પોતાના બાળક માટે દુનિયાથી પણ લડી શકે છે. એક યુવતી માટે માં બનવાનું સુખ સૌથી મોટું સુખ હોય છે.પણ ઘણીવાર કોઈ કારણોને લીધે મહિલાઓમાં ગર્ભપાત થઇ જાય છે. જેમાં માત્ર સામાન્ય મહિલાઓ જ નહિ પણ બૉલીવુડ અભિનેત્રીઓ પણ ગર્ભપાતનો સામનો કરી ચુકી છે.

1. શિલ્પા શેટ્ટી:


પોતાના ઠુમકાથી યુપી બિહાર લુંટનારી શિલ્પા શેટ્ટી લાખોના દિલો પર રાજ કરી રહી છે. વર્ષ 2009 માં શિલ્પાએ બિઝનેસમૈન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. શિલ્પા શેટ્ટી પણ ગર્ભપાતની આ દુઃખદ સ્થિતિથી પસાર થઇ ચુકી છે. શિલ્પાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તેને પહેલી વાર ખબર પડી કે તે ગર્ભવતી છે તો તેને ખુબ ખુશી થઇ હતી પણ ગર્ભપાતથી તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. જો કે હાલ શિલ્પાનો એક દીકરો છે.

2. ગૌરી ખાન:


બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન છે. શાહરુખ અને ગૌરીના ત્રણ બાળકો છે જેમાં બે દીકરા અને એક દીકરી છે. જણાવી દઈએ કે એક સમય હતો જયારે ગૌરીનું પણ ગર્ભપાત થઇ ગયું હતું. ગૌરીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે દીકરા આર્યનને જન્મ આપવાના પહેલા તેના અમુક ગર્ભપાત થયા હતા.

3.અંકિતા ભાર્ગવ:


ટીવીના ફેમસ અભિનેતા કરણ પટેલની પત્ની અંકિતા ભાર્ગવ છે. વ્યવસાયથી અંકિતા પણ એક અભિનેત્રી છે. 2019 ના શરૂઆતના દિવસોમાં તેઓના ઘરમાં ખુશી છવાઈ ગઈ હતી કેમ કે અંકિતા માં બનવા જઈ રહી હતી પણ અમુક સમય પછી જ તેનું ગર્ભપાત થઇ ગયું જેના પછી ખુશીઓ દુઃખમાં ફેરવાઈ ગઈ.

4. કિરણ રાવ:


આમિરા ખાને વર્ષ 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2009 માં કિરણ પોતાના પહેલા બાળકની સાથે ગર્ભવતી હતી પણ તેની આ ખુશી લાંબા સમય માટે ટકી ના શકી કેમ કે કિરણને ગર્ભપાતનો સામનો કરવો પડ્યો હતો અને પોતાના બાળકને દુનિયામાં આવતા પહેલા જ ગુમાવી દીધું હતું.

5.કાજોલ દેવગન:

કાજોલ ભારતીય ફિલ્મ સિનેમાની જાણીતી અભિનેત્રી છે. કાજોલે બોલીવુડના ફેમસ અભિનેતા અજય દેવગન સાથે લગ્ન કર્યા છે. એક ઇન્ટરવ્યુના દરમિયાન કાજોલે માં બનવાની યાત્રાનો દુઃખદ અનુભવ શેયર કરતા કહ્યું હતું કે,”હા અમે અમારું બાળક ગુમાવી દીધું હતું,પણ અમને તેનો કોઈ પછતાવો નથી. તે એક અસ્થાનિક ગર્ભાવસ્થા હતી. જ્યારે અજય દેવગને કહ્યું કે આ ગર્ભથી કાજોલને ખતરો આવી શકે તેમ હતો માટે ઓપરેશન કરાવવું પડ્યું હતું”.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!