Breaking News

400 કરોડથી પણ વધારે સંપત્તિનો માલિક છે અલ્લુ અર્જુન, પહેરે છે કરોડોના બુટ અને કપડાં…

  • Dhruv Writer
  • March 22, 2019
  • Comments Off on 400 કરોડથી પણ વધારે સંપત્તિનો માલિક છે અલ્લુ અર્જુન, પહેરે છે કરોડોના બુટ અને કપડાં…

કલાકારો પોતાના અફેરના લીધે સુર્ખીઓમાં આવે છે, પરંતુ આ સાઉથનો સુપરસ્ટાર પોતાના મોંઘા બુટ અને ટીશર્ટના ભાવના લીધે ચર્ચામા આવી ગયો છે.સાઉથના સ્ટાઈલિશ કલાકાર અર્જુને હાલમાં જ લગ્નની 8મી વર્ષગાંઠ માનવી હતી. અલ્લુએ 2011માં સ્નેહા રેડ્ડીની સાથે લગ્ન કર્યા  હતા. બંને પોતાના એક કોમન ફ્રેન્ડના લીધે મળ્યા હતા.

Image Source

અલ્લુ અર્જુનને  સાઉથનો સ્ટાઈલિશ અને સ્માર્ટ કલાકાર માનવામાં આવે છે. અને તેમની કલાકારી લોકોને ખુબજ પસંદ છે. સાથે સાથે તેમના ડાન્સની સ્ટાઇલની તો છોકરીઓ તો દીવાની છે. અર્જુન ખાલી ફિલ્મોમાં નહીં પણ અસલ જિંદગીમાં પણ સ્ટાઇલની સાથે રહે છે. તેમની વૈભવીક જીવનશૈલિ જોઈને લોકોની આખો ફાટી જાય છે.

મોંઘા બુટ અને કપડાના લીધે તે ચર્ચામાં આવ્યો હતો અલ્લુ…

Image Source

જ્યાં કલાકાર પોતાના અફેરને લઈને ચર્ચામાં આવતા હોય છે ત્યાં જ અર્જુન પોતાનામાં મોંઘા બુટને લઈને ચર્ચામાં આવી ગયો છે. અર્જુને 2018માં હજારોની ટી-શર્ટ અને 1.50 લાખના બુટ પહેર્યા હતા અને આવા મોંઘા કપડાંની ખુબજ ચર્ચ થઇ હતી. અલ્લુ એક-એક ફિલ્મમાં લગભગ 18 કરોડ રૂપિયા ચાર્જ લે છે. તમને જણાવાનું  કે અલ્લુ અર્જુન સાઉથનો ઉગતા કલાકરોમાંથી એક છે.  તેમની પાસે કુલ 62 મિલિયન ડોલરની સંપત્તિ છે એટલે કે 434 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

Image Source

અલ્લુ અર્જુનનો હૈદરાબાદમાં એક બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયાથી વધારે છે. જુબલી હિલ્સમાં પોતાના ઘરને અલ્લુએ ફેમસ ઇન્ટિયર ડિઝાઈનર આમિર અને હમીદા જોડે ડેકોરેટ કરાઈ હતી. પોતાના ઇન્ટીરિયલ અને ઘરના ડિઝાઈને લઈને અર્જુન ગંભીર રહે છે. આમિર અને હમીદાએ તેમની અને તેમની પત્નીને ધ્યાનમાં રાખીને ઘરને સજાવ્યું છે અને આમાં બે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પહેલી એ કે તેમની ઘર બહારથી બોક્સ જેવું જોવા મળે છે. બીજું આ કે વધારે ડિઝાઇન ઘરમાં ના હોય.

અર્જુને કેટલાક કરોડોની  મોંઘી ગાડી રાખે છે

આવામાં તમે અલ્લુનું ઘર જોશો તો બોક્સ જેવું લાગશે, પરંતુ અંદરથી જોશો તો તમારા હોશ ઉડી જશે. ઘરની અંદર ખુબજ સુંદર કોરિડોર છે જે સીડીઓ તરફ જાય છે. અંદર લિવિંગ રૂમ, ડાઇનિંગ, રસોડાની બહાર કાઉન્ટરની સુવિધાઓ તમને જોવા મળશે.

અર્જુનને ખાલી મોંઘા કપડાં અને બુટ માટે જ નહીં પરંતુ મોંઘી ગાડીઓનો પણ શોખ છે. તેમની પાસે કેટલીક મોંઘી ગાડીઓ છે જેમની કિંમત 4 થી 5 કરોડ રૂપિયા હશે. તેમની પાસે રેન્જ રોવર, જેગુઆર, ઓડી જેવી ગાડીઓ જોવા મળશે. તેમની પાસે BMW X6 ગ્રુપની એક ગાડી છે જેની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે.

Image Source

અહીંયાથી થાય છે જોરદાર કમાઈ

અલ્લુ ખાલી ફિલ્મોમાં જ નથી કમાતો પરંતુ તે સેવન અપ, ઓએલએક્સ, હોટ સ્ટાર, કોલગેટ, હીરો મોટો કોર્પ અને જોય લુક્કાસ જેવી મોટી કંપનીમાં એડ પણ કરે છે. એક બ્રેન્ડના 2 કરોડ રૂપિયા ચાર્જ લે છે અર્જુન. અલ્લુ નાઈટ કલબના મલિક પણ છે તેમની સાથે એમ કિચન વાઈલ્ડ કિંગ તેમના સાથી છે.

અલ્લુ ફિલ્મોમાં પોતાની રોમાન્ટિક કલાકારી માટે વધારે પસંદ કરવામાં આવે છે અને તેમની મહિલા ફોલોઅર્સ ખુબજ વધારે છે. ફોર્બ્સ ઇન્ડિયાના ટોપ 100 સેલિબ્રિટીમાં અલ્લુ પોતાની જગ્યા બનાવી છે. સાઉથના એક એવો કલાકાર છે જેમના ફેસબૂકમાં 1.28 કરોડ કોલોઅર્સ છે. સાથે સાથે ગુગલ પર વધારે સર્ચ થવાવાળો સાઉથનો સુપરસ્ટાર પણ અલ્લુ અર્જુન જ  છે.

Author: dikrimariladakvayi.in

error: Content is protected !!