3 કરોડ ના ઘર માં રહેવા વાળી ઉર્વશી કેમ રસ્તા પર કાઢે છે રેકડી ….

એક મહિલા જે ગુરુગ્રામ ના 3 કરોડ રૂપિયા ના ઘર માં રહે છે અને એક એસ યુ વિ ની માલિક છે. એમણે રસ્તા ના ખૂણા માં રેકડી લગાવવા ની શરૂઆત કરી છે. ગરમી હોય કે કડકડતી ઠંડી એ હંમેશા એ પ્રયત્ન કરતા રહે છે કે એનો વ્યવસાય ચાલતો રહે કોઈ પણ પ્રકાર ની પરેશનીઓ તેને રોકી ન શકે. આજે એમની પાસે ફક્ત ફૂડ ટ્રક જ નહીં પણ એક રેસ્ટોરન્ટ પણ છે. આ મહિલા ઉર્વશી યાદવ. ઉર્વશી કહે છે કે મારા પરિવાર ને એક સુરક્ષિત ભવિષ્ય ની જરૂર છે. જો કે એમના પતિ સાથે થયેલ એક દુર્ઘટના થી અચાનક એમના પરિવાર માં ઘણા બદલાવ આવી ગયા. છ વર્ષ માં એમના પતિ ને ડોક્ટરો એ બીજી વખત હિપ રિપ્લેસમેન્ટ ની જરૂરિયાત કહી. દુર્ઘટના પછી ઉર્વશી એમના પરિવાર માટે એક ઉદાસ ભવિષ્ય ની આશંકા માં હતી. પરિવાર ને આર્થિક રીતે સમર્થન દેવા માટે એમણે બધી જવાબદારી એના ખભા પર લઈ લીધી.

Image Source

એક મહિલા જે ગુરુગ્રામ ના 3 કરોડ રૂપિયા માં રહે છે અને એક એસયુવી ની માલકીન છે. એમણે રસ્તા પર રેકડી લગાવી અને શરૂઆત કરી હતી. કોઈ પણ અડચણ તેમને વ્યવસાય કરતા અટકાવી ન શકી. આજે એમની પાસે ફક્ત ફૂડ ટ્રક નહીં પણ રેસ્ટોરન્ટ પણ છે.

કેવી રીતે શરૂઆત થઈ ?
થોડા સમય સુધી એક નર્સરી સ્કૂલ માં શક્ષિકા તરીકે કામ કરી ને પરિવાર ની સાર સંભાળ કરી રહી હતી. પણ એમને થયું કે એ સેલેરી માં એ વધુ બચત નહીં કરી શકે તો એમણે છોલે કુલચે ની રેકડી લગાવવા નું નક્કી કર્યું. ઉર્વશી ના હિસાબે આજે એ આર્થિક રીતે નબળી નથી પણ એમના ભવિષ્ય નું જોખમ ન લઈ શકે. સ્થિતિ ખરાબ થવા ની પ્રતીક્ષા કરવા ને બદલે એમણે આજ થી જ સંભાળવા ની શરૂઆત કરી દીધી. કારણકે એને ખાવા નું બનાવવું પસંદ છે એમણે વિચાર્યું કે એમાં જ ઇન્વેસ્ટ કરવા માં આવે. ઉર્વશી ના પતિ અમિત યાદવ એક અગ્રણી નિર્માણ કંપની સાથે કાર્યકારી અધિકારી રૂપે કામ કરતા. અને એમના સસરા એક સેનાનિવૃત્ત ભારતીય વાયુ સેના ના વિંગ કમાન્ડર છે. 31 મે 2016 ના અમિત સેકટર 17 એ માં પડી ગયા. ડોકટર એ ડિસેમ્બર માં તેમને સર્જરી ની સલાહ આપી. દુર્ઘટના ના એક દિવસ પછી થી જ ઉર્વશી એ સેકટર 14 ના બજાર માં એક વૃક્ષ નીચે એમની રેકડી ઉભી કરી દીધી. 300 યાર્ડ ની જગ્યા માં ફેલાયેલ ઘર માં એમના પરિવાર ની સાથે રહેવા વાળી ઉર્વશી એ જણાવ્યું કે , હું નથી ઇચ્છતી કે પૈસા ની તંગી ને કારણે મારા બાળકો એ સ્કૂલ બદલવી પડે. હું દરરોજ ના 2,500 થી 3,000 કમાઈ લઉં છું. અને હું એ કમાણી થી ખુશ છું.

મુશ્કેલ રસ્તો અને ખૂબ મહેનત

પણ એમની સફળતા વગર સંઘર્ષ એ નથી આવી. ઉર્વશી એક સ્નાતક છે. અને શુદ્ધ અંગ્રેજી માં વાત કરી શકે છે. એની આ રેકડી લગાવવા ની વાત પર પરિવાર ના પ્રતિ રોધ નો સામનો કરવો પડ્યો હતો. એ કહેતા હતા કે તારું સ્ટેટ્સ તો જો ,તું આટલી ભણેલ છે , હાઇ સ્ટાન્ડર્ડ છે અને રસ્તા પર છોલે કુલચે વેંચીશ. તું જે વ્યવસાય શરૂ કરવા નું વિચારે છે એ તારી સ્થિતિ થી મેચ નહીં થતું.

ઉર્વશી ને હિસાબે , આ વાસ્તવ માં એના જેવી મહિલા માટે એક મોટો બદલાવ હતો. એક મહિલા જે આખો દિવસ એસી માં રહેતી , એ રસ્તા પર ખાવા નું વેંહચશે. અને નિશ્ચિત રૂપે આ એના પરિવાર માટે સહેલું નહતું કે કે જે મહિન્દ્રા ની સ્કોર્પિયો અને હુંડાઈ ની ક્રેટા ની માલકીન રેકડી લગાવશે. મારા સસરા એ મારી માટે દુકાન ખોલવા માટે આર્થિક સહાયતા ની પેશ કશ કરી હતી પણ મેં એમની મદદ ને ના કહી. જ્યારે મેં આ વ્યવસાય શરૂ કર્યો ત્યારે મારા પરિવાર એ વિચાર્યું હતું આ વ્યવસાય 3 દિવસ થી વધુ નહીં ચાલે. પણ દોઢ મહિના ની અંદર મારો આ સ્ટોલ એ એરિયા માં હિટ થઈ ગયો. ઉર્વશી ના સપના એ ઉડાન ભરી અને એમની રેકડી એક રેસ્ટોરન્ટ માં પરિવર્તિત થઈ ગઈ. એમને એ રેકડી દ્વારા પૈસા કમાઈ અને ફૂડ ટ્રક પણ લઈ લીધું. ગુડગાંવ માં એમનું એક રેસ્ટોરન્ટ પણ ચાલે છે. અને એમની પાસે રેસ્ટોરન્ટ ચલાવવા નું લાઇસન્સ પણ છે.આ એમની માટે કોઈ જીત થી ઓછું નથી. ઉર્વશી એ પોતાને સાબિત કરવા ની સાથે એ લોકો ને શીખ પણ આપી જે કોઈ પણ કામ ને નાના કે મોટા સ્વરૂપ માં જોય છે.

Author: dikrimariladakvayi.in

error: Content is protected !!